જો બાઇડેને પુત્રને તમામ આરોપોમાંથી દોષમુક્ત કરીને શું કહ્યું? જાણો
વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગેરકાયદેસર રીતે બંદૂક રાખવાના અને ટેક્સ ચોરી મામલે તેમના પુત્રને માફી આપી છે. બાઇડેને કહ્યું, તેમનો ફેંસલો તેમના કરેલા વાયદાથી વિપરીત છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ તેના પરિવારને લાભ કરાવવા તેમના પાવરનો ઉપયોગ નહીં કરે તેમ કહ્યું હતું.
બાઇડેને શું કહ્યું નિવેદનમાં
બાઇડેને એક નિવેદનમાં કહ્યું, આજે મેં મારા પુત્ર હંટરને માફી આપી છે. જ્યારેથી મેં રાષ્ટ્રપતિ તરીકને કાર્યકાળ સંભાળ્યો છે ત્યારથી હું ન્યાય વિભાગના ફેંસલામાં દખલગીરી નહીં કરું તેમ કહેતો આવ્યો છું. પરંતુ મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને ખોટી રીતે તેના પર કેસ ચલાવવામાં આવી રહી રહ્યો છે. તેના પર લગાવવામાં આવેલા આરોપ રાજનીતિથી પ્રેરિત છે.
બાઇડેને કહ્યું, જે પણ સમજદાર લોકો હંટરના કેસને ફોલો કરી રહ્યા હશે તેઓ સમજી ગયા હશે તે તેને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યો છે. મેં વીકેન્ડ પર જ આ ફેંસલો લીધો હતો. એક પિતા અને રાષ્ટ્રપતિએ આ ફેંસલો કેમ લીધો તે દેશવાસીઓ સમજી શકશે. આ પહેલાં બાઇડેને કહ્યું હતું કે, તે ડેલાવેયર અને કેલિફોર્નિયામાં ચાલી રહેલા મામલા મુદ્દે તેના પુત્ર હંટરને માફી પણ નહીં આપે અને તેની સજામાં હસ્તક્ષેપ પણ નહીં કરે.
Also Read – ટ્રમ્પના આગમન સાથે ભારતને મોટો ફટકો પડી શકે છે, ટ્રમ્પે આવી ચીમકી ઉચ્ચારી
હંટર પર કયા કયા છે આરોપ?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના પુત્ર હંટર પર ટેક્સ ચોરીથી લઈ ગેરકાનૂની રીતે હથિયાર રાખવા, સરકારી પૈસાનો ખોટી રીતે ઉપયોગ કરવો તથા ખોટું નિવેદન આપવાનો આરોપ છે. આ પહેલા ડેલાવેયરની કોર્ટમાં હંટરે ટેક્સ ચોરી તથા ગેરકાનૂની રીતે બંદૂક રાખવાનો સ્વીકાર કર્યો હતો. હંટર બાઇડેને જાણી જોઈને ટેક્સ ચૂકવ્યો ન હોવાનો પણ આરોપ છે. તેણે 2017 અને 2018માં 15 લાખ ડૉલરથી વધારેનું ટેક્સ રિટર્ન સમયસર ફાઇલ કર્યુ નહોતું. આ ઉપરાંત 12 થી 23 ઑક્ટોબર દરમિયાન ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાનો પણ આરોપ છે. આ સમયે તે ડ્રગ્સનો બંધાણી હતો. હંટર બાઇડેન લૉબિસ્ટ વકીલ અને વિદેશી કંપનીઓ માટે કન્સલટિંગ તરીકે કામ કરે છે. ઉપરાંત ઇન્વેસ્ટમેંટ બેંકર અને આર્ટિસ્ટ છે.