મ્યાનમાર બાદ આ દેશમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી…

નુકુ’આલોફા: શુક્રવારે આવેલા ભૂકંપે મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે તારાજી સર્જી છે, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલી રહી રહ્યું છે. એવામાં દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલા ટોંગા દ્વીપસમૂહ પાસે જોરદાર ભૂકંપ આવ્યો (Earthquake in Tonga) હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ટોંગા નજીક 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
USGS ના અહેવાલ મુજબ કે સોમવારે વહેલી સવારે (સ્થાનિક સમય મુજબ) ટોંગાના મુખ્ય ટાપુથી લગભગ 100 કિલોમીટર ઉત્તરપૂર્વમાં ભૂકંપ આવ્યો હતો. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરએ ચેતવણી જાહેર કરી છે. ચેતવણી મુજબ ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટર (185 માઇલ) સુધી દરિયાના ખતરનાક મોજા દરિયાકાંઠાને અસર કરી શકે છે.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GeoForschungsZentrum) એ જણાવ્યું હતું કે ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો જો કે ભૂકંપને કારને નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. ટોંગામાં ભૂકંપ આવવો સામાન્ય છે. આ દ્વીપ સમૂહ સિસ્મિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. રિંગ ઓફ ફાયર દક્ષિણપૂર્વ એશિયા અને પેસિફિક બેસિનમાં ફેલાયેલી એક્ટીવ ટેક્ટોનિક આર્ક છે.
આપણ વાંચો : Earthquake: મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7, લોકોમા ભયનો માહોલ
ટોંગા દેશ ક્યાં આવો છે?
ટોંગા એક પોલિનેશિયન રાષ્ટ્ર છે જેમાં 171 ટાપુઓ છે. દેશની વસ્તી 1,00,00થી વધુ છે, જેમાં મોટાભાગના લોકો મુખ્ય ટાપુ ‘ટોંગાટાપુ’ (Tongatapu)પર રહે છે, જે ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠેથી 3,500 કિલોમીટર દુર પૂર્વમાં સ્થિત છે. મોટાભાગના ટાપુઓ સફેદ રેતાળ દરિયાકિનારા, કોરલ રિફ્સ અને ગાઢ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ધરાવે છે.