પોપ લીઓએ યુક્રેન અંગે ટ્રમ્પના વલણની ટીકા કરી: ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ કરી આ વાત…

કિવ: પોપ લીઓ XIV યુક્રેનની મુલાકાતે પહોંચ્યા છે, તેઓ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મળ્યા હતાં. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા પોપ લીઓએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસ-યુરોપિયન સંબંધોને તોડવાના પ્રયાસની કરી રહ્યંલ છે. તેમણે યુક્રેન શાંતિ કરારમાં યુરોપની ભૂમિકા પર ભાર મુક્યો.
વિશ્વભરના કેથોલિક ચર્ચના વડા દ્વારા કરવાંમાં આવેલી ટીકાને ટ્રમ્પ માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. યુક્રેનના સર્મથન માટે પોપ લીઓ યુરોપના પ્રવાસે છે. પોપ લીઓએ જણાવ્યું કે તેમણે ઝેલેન્સકી સાથે યુદ્ધવિરામની જરૂરિયાત અને રશિયા દ્વારા બંધક બનાવવામાં આવેલા યુક્રેનિયન બાળકોને પરત લાવવા માટે વેટિકનના પ્રયાસો અંગે ચર્ચા કરી.

યુરોપની ભૂમિકા મહત્વની:
આ દરમિયાન પોપ લીઓએ યુએસ દ્વારા પ્રસ્તાવિત યુક્રેન શાંતિ પ્રસ્તાવ અંગે વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ કરારમાં યુરોપની ભૂમિકા હોય એ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, “યુરોપના દેશોને ચર્ચામાં સામેલ કર્યા વગર શાંતિ કરાર કરવો એ અયોગ્ય છે, કારણ કે આ યુદ્ધ યુરોપમાં થઇ રહ્યું છે. હાલ અને ભવિષ્યના સમયમાં સુરક્ષા માટે ખાતરીની માંગ કરવામાં આવી રહી છે. યુરોપના દેશો આ વાટાઘાટોમાં સમેલ હોવા જોઈએ.”
પોપ લિઓએ ટ્રમ્પની ટીકા કરી:
ટ્રમ્પ પર નિશાન સાધતા પોપે કહ્યું, “કમનસીબે દરેક માણસ આ સમજી રહ્યો નથી, મને લાગે છે કે યુરોપિયન નેતાઓ માટે એક થવાની અને સાથે મળીને ઉકેલ શોધવાની એક મોટી તક છે.”
નોંધનીય છે કે રાષ્ટ્રપતી ટ્રમ્પ અનેક વાર યુરોપિયન દેશોની ટીકા કરી ચુક્યા છે. ગયા અઠવાડિયે જ ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી જાહેર કરી છે, જેમાં યુએસ-યુરોપિયનના સંબંધો પર સવાલ ઉઠવવામાં આવ્યા હતાં અને યુએસ-રશિયા સંબંધો સુધારવાની પર ભાર મુકવામાં આવ્યો હતો.
ટ્રમ્પ વહીવટીતંત્રના તાજેતરના પગલા અંગે પોપ લીઓએ કહ્યું, “યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ઘણા વર્ષોથી ચાલી રહેલા સંબંધોમાં મોટા ફેરફાર આવી શકે છે. જોડાણ મજબુત બનવાની જરૂર હોય છે ત્યારે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની કેટલીક ટિપ્પણીઓ આ જોડાણને તોડવાનો પ્રયાસ છે.”
નોંધનીય છે કે વેટિકન યુક્રેન-રશિયા યુદ્ધમાં તટસ્થ નીતિ જાળવી રહ્યું છે. પોલ લીઓ ઝેલેન્સકી સાથે ત્રણ વખત મુલાકાત કરી ચુક્યા અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ તેઓ ટેલિફોન પર વાત કરી ચુક્યા છે.
આ પણ વાંચો…રશિયાએ યુક્રેન પર કર્યો 653 ડ્રોન અને 51 મિસાઇલથી મોટો હુમલો



