મા-દીકરાના સંબંધમાં રાજકારણી મહિલાએ લગાવ્યું લાંછન, સોશિયલ મીડિયા પર ખળભળાટ
પટાયાઃ દીકરા સાથે બેડરુમમાં પકડાઈ ગયેલી મહિલા રાજકારણી અત્યારે ચર્ચાનો વિષય બની છે. થાઈલેન્ડમાં રહેનારી 45 વર્ષીય પ્રાપાપોર્ન ચોઈવાડકોહ (Prapaporn Choeiwadkoh)ને 24 વર્ષના ફ્રા મહા (Phra Maha ) નામના પોતાના જ દીકરા સાથે પતિએ શરમજનક સ્થિતિમાં રંગેહાથ પકડી હતી. આ કિસ્સાએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે, જ્યારે મા-દીકારના સંબંધમાં આ રાજકારણીએ લાંછન લગાવ્યો હોવાનું લોકોએ કાગારોળ કરી મૂકી છે.
આ રાજકારણી મહિલાના પતિનું નામ ટી છે અને પાંચ કલાક સુધી કાર ચલાવીને પત્નીને રંગેહાથ પકડવામાં પહોંચ્યો હતો. મહિલા રાજકારણીએ દત્તક લીધેલ દીકરો ભિક્ષુક છે અને બંનેના સંબંધને લઈ મહિલાના પતિને પહેલાથી શંકા હતી. આ શંકા બળવત્તર બન્યા પછી તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે પતિએ બંનેને વીડિયો પણ બનાવી દીધો હતો, જે વાઈરલ પણ થયો હતો.
એ મહિલા રાજકારણી કોણ છે એ વાતનું પણ લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. મહિલા રાજકારણી અંગે પ્રાપાપોર્ન અંગે સર્ચ કરે છે. એના અંગે જાણવા મળ્યું છે કે પ્રાપાપોર્ન થાઈલેન્ડના સુખોથાઈ પ્રાંતની જાણીતી રાજકારણી મહિલા છે. ડેમોક્રેકિટ પાર્ટીની મેમ્બર છે તેમ જ પ્રાપાપોર્ન એક સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રુપે પણ કામ કરે છે. જોકે, દત્તક લેવામાં આવ્યા પછી તેમને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
આ દંપતીએ ગયા વર્ષે ફ્રા મહાને મંદિરમાંથી એડોપ્ટ લીધો હતો. ત્યારબાદ તેઓ ત્રણેય સાથે રહેતા હતા. પ્રાપાપોર્ન સાથે પકડાઈ ગયા પછી દીકરો ફરાર થઈ ગયો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર થાઈલેન્ડ જ નહીં, પરંતુ અન્ય દેશોમાં આગના માફક વાઈરલ થઈ રહી છે, જ્યારે અનેક લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યૂઝરે લખ્યું હતું કે વાસ્તવમાં વિસ્ફોટક સમાચાર છે. અમીરોની દુનિયા વાસ્તવમાં આકર્ષક છે.