પોતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતી મહિલા પર પોલીસે કર્યો ગોળીબાર…
પેરિસ પોલીસ દ્વારા એક મહિલાને ગોળી મારવાની ઘટના સામે આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાએ કથિત રીતે પોતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહી હતી. ત્યારે તેનું રેસ્ક્યુ કરવા માટે પોલીસ અને બોમ્બ સ્કવોડ પહોંચી ગયા હતા. મહિલાએ બુરખો પહેર્યો હતો અને અલ્લા હુ અકબર એમ બૂમો પાડી રહી હતી અને જોર જોરથી કહી રહી હતી કે તેની પાસે બોમ્બ છે. તેમજ તે મહિલા કોઇને પોતાની નજીક પણ આવવા દેતી નહોતી તે એમ જ કહેતી હતી કે જો કોઇ તેની નજીક આવ્યું તો તે પોતાને બોમ્બને ઉડાવી દેશે. જો કે પોલીસ અને મહિલાની ઝપાઝપીમાં પોલીસે પોતાની અને આજુ બાજુના લોકોની રક્ષા માટે મહિલાને ગોળી મારી દીધી હતી.
મહિલાની આ કારનામા બાદ ટ્રેનમાં હાજર મુસાફરો દ્વારા પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. ગોળી માર્યા બાદ મહિલાને તમામ મુસાફરોથી અલગ કરવામાં આવી હતી. જો કે ત્યાં હાજર એર ફરિયાદીએ જણાવ્યું હતું કે જો પોલીસ કાર્યવાહી ના કરતી તો તે મહિલા ત્યાં હાજર તમામ લોકો માટે ખતરો બની ગઈ હતી. જો કે પોલીસ બે એંગલથી તપાસ કરી રહી છે, પ્રથણ તો મહિલાએ આ પ્રકારનું પગલું કેમ ભર્યું અને બીજી કે પોલીસે જે કાર્યવાહી કરી તે યોગ્ય હતી કે કેમ? આ તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે આ કેસમાં ખરેખર ગોળીબારની જરૂર હતી કે કેમ.