નેતાજી સુભાષ ચંદ્ર બોઝના આ સાથીદારને મળ્યા પીએમ મોદી, કોણ છે INAના બહાદુર સૈનિક

કુઆલાલંપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે મલેશિયાના પ્રવાસે ગયેલા છે, મલેશિયાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી એક ખાસ વ્યક્તિને મળ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે કુઆલાલંપુરમાં સ્વતંત્રતા નાયક નેતાજી સુભાષ ચંદ્ર બોઝના સાથી અને ભારતીય રાષ્ટ્રીય સેના (INA) એટલે કે આઝાદ હિંદ ફોજના, ના અનુભવી જયરાજ રાજા રાવને મળ્યા હોવાની તેમણે તસવીરો શેર કરી છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ભારતીય રાષ્ટ્રીય સેનાના અસાધારણ હિંમત, વિરાસત અને બલિદાન માટે આખા ભારત દેશ તરફથી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ દેશ તરફથી આઝાદ હિંદ ફોજનાનો આભાર માન્યો
આ મુલાકાતની પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં તસવીરો પણ શેર કરી છે. તસવીરો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે, અમે હંમેશા નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજના બહાદુર પુરુષો અને મહિલાઓના ઋણી રહીશું, જેમની બહાદુરીએ ભારતનું ભાગ્ય ઘડ્યું.” એટલે કે પીએમ મોદીએ દેશની આઝાદી માટે આઝાદ હિંદ ફોજનાનો ખૂબ જ આભાર માન્યો છે. આ અંગે એક્સ પર પોસ્ટ શેર કરીને પોતાના વિચારો શેર કર્યાં છે.
પીએમ મોદીએ INA વેટરન રાવથી સાથેની મુલાકાત ખાસ ગણાવી
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, INA વેટરન રાવથી સાથેની મુલાકાત ખૂબ જ યાદગાર રહી છે. રાવજીને મળવું ખરેખર ખૂબ જ ખાસ હતું. તેમનું જીવન અપાર સાહસ અન બલિદાનોથી ભરેલું છે. તેમના અનુભવોને સાંભળવા પ્રેરણાદાયક છે. આ મુલાકાત અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે વડા પ્રધાન મોદીએ INA ના અસાધારણ હિંમત, વારસો અને બલિદાન માટે તમામ ભારતીયો વતી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આતંકવાદ વિરુદ્ધ ભારતનો સ્પષ્ટ સંદેશ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયામાં આતંકવાદ વિરુદ્ધ ભારતનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આતંકવાદના મામલામાં કોઈ બેમુખી માપદંડ કે સમજૂતી સ્વીકારવામાં આવશે નહીં. તેમણે પાકિસ્તાન તરફ ઇશારો કરતા જણાવ્યું કે ભારત આતંકવાદને લગામવા માટે કડક અને અડગ નીતિ અપનાવશે. આ નિવેદન મલેશિયા સફર દરમિયાન આપવામાં આવ્યું, જે વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત વલણને દર્શાવે છે.
ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે ભારતનું વિઝન કેવું છે?
વધુમાં વડા પ્રધાને ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે ભારતના વિઝન વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, “ભારત-પ્રશાંત ક્ષેત્ર વિશ્વના વિકાસ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે. ભારત, ASEAN સાથે મળીને, સમગ્ર ભારત-પ્રશાંત ક્ષેત્રમાં વિકાસ, શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે.” મલેશિયાના વડા પ્રધાન ઇબ્રાહિમે કહ્યું કે ભારત અને મલેશિયા વેપાર, રોકાણ, જોડાણ અને સંરક્ષણમાં સહયોગ વધારવાનું ચાલુ રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતે વૈશ્વિક વેપાર અને આર્થિક મોરચે જબરદસ્ત પ્રગતિ કરી છે.
આપણ વાંચો: એપસ્ટેઇન ફાઇલ્સમાં દલાઇ લામાના નામથી ખળભળાટ, દલાઇ લામાએ કર્યો આ ખુલાસો



