સ્પેનના એરપોર્ટ પર ફાયર એલાર્મ વાગતા જ મુસાફરો વિમાનમાંથી કૂદવા લાગ્યા, 18 ઘાયલ, જુઓ વીડિયો…

પાલ્મા, સ્પેનઃ સ્પેનના પાલ્મા ડી મેલોર્કા એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાનમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. આગ લાગી હોવાની ચેતવણી આપવામાં આવતાં દોડધામ મચી ગઈ હતી. રાયનએરના બોઇંગ 737 વિમાનમાં આગ લાગવાની માહિતી મળતાં જ મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડવા લાગ્યા હતા. આ દરમિયાન 18 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. વિમાન માન્ચેસ્ટર જવા માટે ઉડાન ભરવાનું હતું. ત્યારે તેમાં આગ લાગી હોવાની ચેતવણી આપવામાં આવી હતી. આગ લાગ્યાનું જાણ થતા મુસાફરો વિમાનમાંથી કુદવા લાગ્યાં હતા.
આગની જાણ થતા લોકો ઈમરજન્સી દરવાજાથી બહાર કુદવા લાગ્યા!
આગ લાગ્યાની સૂચના મળતા ઇમજન્સી વિભાગ દ્વારા સત્વરે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન ગભરાટમાં આવેલા કેટલાક મુસાફરો પોતાને બચાવવા માટે વિમાનની પાંખ પર ઉતર્યા અને ત્યાંથી સીધા જમીન પર કૂદી પડ્તા જોવા મળ્યાં હતાં. જેની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં.
વિમાનમાં ખામી સર્જાતા ટેકઓફ રદ કરવું પડ્યુંઃ રાયનએરે
આ સમગ્ર ઘટનામાં 18 મુસાફરો ઘાયલ થતા તેમને સત્વરે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. એરલાઇને આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, ‘4 જુલાઈના રોજ પાલ્માથી માન્ચેસ્ટર જતી ફ્લાઇટમાં ખામીયુક્ત આગ ચેતવણી લાઇટને કારણે ટેકઓફ રદ કરવું પડ્યું હતું. આમાં 18 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી 6ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાયનએરે માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટના પછી મુસાફરોને થતી અસુવિધા ના થયા તે માટે અમે બીજા વિમાનની વ્યવસ્થા કરી હતી. વિમાન સવારે મુસાફરો સાથે રવાના થયું. અસરગ્રસ્ત મુસાફરોને થયેલી કોઈપણ અસુવિધા બદલ અમે દિલથી માફી માંગીએ છીએ’.