ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ; 176 મુસાફરો હતા સવાર

સિઓલ: દક્ષિણ કોરિયામાં એક મહિનાની અંદર બીજી વખત વિમાનમાં આગ લાગવાની ઘટના ઘટી છે. હાલ મળી રહેલી વિગતો અનુસાર ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલો નથી. વિમાનમાં સવાર તમામ 176 યાત્રિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વર્ષ 2024માં 29 ડિસેમ્બરના રોજ દક્ષિણ કોરિયામાં એક મોટી દુર્ઘટના સર્જાય હતી, જેમાં 179 લોકોના જીવનો ભોગ લેવાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર એક પેસેન્જર વિમાનમાં આગ લાગી ગઈ છે. વિમાનમાં સવાર તમામ 176 યાત્રિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સીના અહેવાલો અનુસાર દક્ષિણ કોરિયાના બીજા સૌથી મોટા શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે એક પેસેન્જર વિમાનની પાછળની સીટમાં આગ લાગી હતી, જેના કારણે વિમાનમાં સવાર તમામ 176 લોકોને બહાર કાઢવાની ફરજ પડી હતી.હોંગકોંગ જઇ રહી હતી ફ્લાઇટ દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર એર બુસન કંપનીના વિમાનમાં આગ લાગી ગઈ હતી. ફ્લાઇટ HL 7763 હોંગકોંગ જવા માટે રવાના થવાની હતી. આ દરમિયાન એરબસ A321 કેબિનની પાછળની સીટ પાસે આગ લાગી ગઈ હતી. હાલ આગ લાગવાની ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

Also read:Plane Crash Video: દક્ષિણ કોરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, 47ના મોત

રાત્રે 10 વાગ્યા આસપાસની ઘટના રાત્રે લગભગ 10 વાગ્યા આસપાસ વિમાનમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ 45 ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. વિમાનમાં સવાર તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકને નાની મોટી ઇજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button