ઇન્ટરનેશનલ

ફિલિપાઇન્સમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભય, ઘરમાંથી બહાર દોડયા

મિંડાનાઓ: દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલા દેશ ફિલિપાઇન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર શનિવારે વહેલી સવારે ફિલિપાઇન્સમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ શનિવારે ભારતીય સમય મુજબ સવારે 04:37 વાગ્યે આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ફિલિપાઇન્સના મિંડાનાઓમાં જમીનમાં 105 કિલોમીટર અંદર હોવાનું અનુમાન છે.

લોકો ભયના કારણે ઘરોમાંથી બહાર નીકળી ગયા

આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 ની હતી. જેના લીધે લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપને કારણે કોઈ જાનહાનિ અંગે પ્રારંભિક માહિતીમાં હજુ સુધી તે જાણી શકાયું નથી.

મિંડાનાઓમાં આ પહેલા પણ ઘણા જોરદાર ભૂકંપ આવ્યા

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ફિલિપાઇન્સમાં ઘણા ભૂકંપ આવ્યા છે. આમાંના ઘણા ભૂકંપ ખૂબ જ ખતરનાક પણ હતા. 2 ડિસેમ્બર, 2023 ના રોજ ફિલિપાઇન્સના મિંડાનાઓમાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. જ્યારે 17 નવેમ્બર, 2023 ના રોજ મિંડાનાઓમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની બાદ સુરીગાઓ ડેલ સુરના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button