ઇન્ટરનેશનલ

ફિલિપાઇન્સમાં ભૂકંપ પછી વાવાઝોડાએ વિનાશ વેર્યોઃ મૃત્યુઆંક 66 થયો, 26 ગુમ

મનીલાઃ ફિલિપાઇન્સ કુદરતી આપદાઓ સામે ઝઝૂમી રહ્યું છે. દેશમાં ગત મહિને ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. હજુ આ આફતમાંથી લોકો બહાર નીકળે તે પહેલાં મધ્ય ફિલિપાઇન્સમાં કાલમેગી વાવાઝોડું ત્રાટક્યું હતું. આ કુદરતી આપદામાં ૬૬ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ૨૬ લોકો ગુમ હોવાના અહેવાલ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપગ્રસ્ત પ્રાંતમાં આવેલા ભારે પૂરને કારણે લોકો ઘરની છત પર ફસાયા છે. તેમજ વાહનો પણ તણાઇ ગયા છે. સેનાએ જણાવ્યું કે મૃતકોમાં એ છ લોકો પણ સામેલ છે જેઓ એક અલગ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.

આ તમામ ફિલિપાઇન્સની વાયુસેનાનું એક હેલિકોપ્ટર મંગળવારના રોજ દક્ષિણ પ્રાંત અગુસન ડેલ સુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું તેમાં મોતને ભેટ્યા હતા. આ હેલિકોપ્ટર વાવાઝોડા પ્રભાવિત પ્રાંતોમાં માનવતાવાદી સહાય પહોંચાડવા જઇ રહ્યું હતું.

આપણ વાચો: નોર્વેમાં છેલ્લા ૩૦ વર્ષોનું સૌથી ભયંકર વાવાઝોડું ત્રાટક્યુંઃ ભારે તારાજી

હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર કાલમેગી બુધવારની બપોર પહેલા પશ્ચિમ પલાવાન પ્રાંતથી દક્ષિણ ચીન સમુદ્ર તરફ આગળ વધ્યું હતું. આ દરમિયાન ૧૩૦ કિમી પ્રતિ કલાક(૮૧ માઇલ પ્રતિ કલાક)ની તથા ૧૮૦ કિમી કિમી પ્રતિ કલાક(૧૧૨ માઇલ પ્રતિ કલાક)ની ઝડપે પવન ફૂંકાયો હતો.

નાગરિક સંરક્ષણ કાર્યાલયના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર બર્નાર્ડો રાફેલિટો અલેજાન્દ્રો અને પ્રાંતીય અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના મોત મધ્ય સેબુ પ્રાંતમાં થયા છે. અહીં મંગળવારના રોજ કાલમેગી વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના કારણે અચાનક પૂર આવ્યું હતું અને એક નદી અને અન્ય અન્ય જળમાર્ગોમાં પૂર આવ્યું હતું. પૂરે રહેણાંક સમુદાયોને તેની ઝપેટમાં લીધા હતા. સેબુમાં ભૂસ્ખલન અને કાટમાળ પડવાને કારણે ૪૯ લોકો મૃત્યુ પામ્યા હોવાનું કાર્યાલયે જણાવ્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button