Bangladesh માં શેખ હસીનાના આવાસમાંથી લોકો સાડી- બ્લાઉઝ, બકરી , પંખા લૂંટી ગયા

ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંસા એટલી ભડકી ગઈ છે કે ઉપદ્રવીઓના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો હતો. રાજીનામા બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું અને પોતાનો દેશ પણ છોડવો પડ્યો હતો, જે હાલમાં ભારતમાં છે. શેખ હસીનાનું વિમાન સોમવારે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર રોકાયું હતું.
શેખ હસીનાની સાડીઓ પણ લૂંટી હતી
જો કે બાંગ્લાદેશના બેકાબૂ બનેલી ભીડે પીએમ આવાસમાં પણ તોડફોડ કરીને લૂંટ ચલાવી હતી. આ લૂંટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જે ખરેખર ચોંકાવનારા છે. કોઈપણ દેશના પીએમ આવાસમાં આવી તોડફોડ સામાન્ય નથી. એક વીડિયોમાં એક વિશાળ ભીડ ખુરશીઓ, ટેબલ, સોફા, કુરાન, લેમ્પ, મોંઘા પંખા, ફર્નિચર, પ્લાન્ટ્સ, આરઓ પ્યુરિફાયર, ટીવી, ટ્રોલી બેગ, એસી, ગાદલા અને વાસણોની લૂંટ ચલાવતી જોવા મળે છે.
આ ઉપરાંત એકત્ર ભીડે પીએમ આવાસમાંથી શેખ હસીનાની સાડીઓ પણ લૂંટી હતી. તેમજ આવાસમાં રખાયેલા બકરા- બકરી પણ લૂંટી ગયા હતા.
બપોરે પીએમ આવાસમાં ઘૂસીને ભારે લૂંટ ચલાવી હતી
આ દરમ્યાન ભારતમાં પીએમના નિવાસસ્થાને લગભગ દોઢ કલાક સુધી સીસીએસની બેઠક યોજાઈ હતી. જ્યાં વિદેશ મંત્રી અને NSAએ બાંગ્લાદેશની દરેક પરિસ્થિતિ અંગે વડાપ્રધાનને માહિતી આપી છે. હવે એ સ્પષ્ટ નથી કે શેખ હસીનાનું વિમાન હિંડન એરબેઝથી ક્યાં જશે. બીજી તરફ બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ભીડ સડકો પર છે. જેમણે બપોરે પીએમ આવાસમાં ઘૂસીને ભારે લૂંટ ચલાવી હતી.
Also Read –