ટ્રમ્પને મળશે નોબેલ શાંતિ પુરસ્કાર? વ્હાઈટ હાઉસે ગણાવ્યા ‘પીસ પ્રેસિડેન્ટ’

વોશિંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત દાવો કરતા રહે છે કે બીજીવાર ઓવલ ઓફીસ સાંભળ્યા બાદ તેમણે દુનિયાભરમાં સાત યુદ્ધો અટકાવ્યા છે, તેઓ પોતાને નોબેલ શંતિ પુરષ્કારના હકદાર ગણાવી રહ્યા છે. એવામાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની મધ્યસ્થીથી ઇઝરાયેલ અને હમાસ ગાઝામાં યુદ્ધ વિરામ માટે સહમત થયા છે, આ સાથે તમણે નોબેલ શંતિ પુરષ્કાર માટે પોતાનો દાવો મજબુત કર્યો છે. એવામાં વ્હાઇટ હાઉસે ટ્રમ્પને ‘પીસ પ્રેસીડેન્ટ’ એટલે કે શાંતિ સ્થાપનાર રાષ્ટ્રપતિ ગણાવ્યા છે.
તાજેતરમાં ટ્રમ્પે જાહેરાત કરી હતી કે યુએસ અને કતારની મધ્યસ્થી ઇઝરાયલ અને હમાસે યુદ્ધ વિરામ કરાર સ્વીકાર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “હું એ જણાવતા ખૂબ ગર્વ અનુભવી રહ્યો છું કે ઇઝરાયલ અને હમાસ બંનેએ અમારી શાંતિ યોજનાના પહેલા તબક્કા પર હસ્તાક્ષર કર્યા છે.”
ત્યાર બાદ વ્હાઈટ હાઉસે X પર એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના ફોટો પર ‘Peace President’ લખવામાં આવ્યું છે.
સાત યુદ્ધો અટકાવવાનો દાવો:
નોંધનીય છે કે હાલ નોબેલ કમિટી પુરસ્કારોની જાહેરાત કરી રહી છે, નોબેલ શંતિ પુરષ્કારની જાહેરાત શુક્રવારે કરવામાં આવે તેવી શક્યતા છે.
વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે શાંતિ પુરસ્કાર મળવાની શક્યતાઓ વિશે ટ્રમ્પને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, “મને કોઈ ખ્યાલ નથી… માર્કો રુબિયો તમને જણાવશે કે અમે સાત યુદ્ધો રોક્યા છે. અમે આઠમા યુદ્ધનો ઉકેલ લાવવાની નજીક છીએ. મને લાગે છે કે અમે રશિયાની પરિસ્થિતિનો પણ ટૂંક સમયમાં ઉકેલ લાવીશું… મને નથી લાગતું કે ઇતિહાસમાં કોઈએ આટલા બધા યુદ્ધો રોક્યા છે.”
પાકિસ્તાન અને ઇઝરાયેલ સહીત ઘણા દેશોએ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરષ્કાર માટે નોમિનેટ કર્યા છે. તેમના પહેલા કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પને નોમિનેટ કરવામાં આવ્યા હતાં, પરંતુ તેમને પુરસ્કાર મળ્યો ન હતો. ટ્રમ્પે તાજેતરમાં કહ્યું “કદાચ તેઓ (નોબેલ સમિતિ) મને પુરષ્કાર ન આપવાના બહાના શોધી કાઢશે.”
ટ્રમ્પ અગાઉ સવાલો ઉઠાવી ચુક્યા છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને તેમના કાર્યકાળના પહેલા વર્ષમાં જ આ પુરસ્કાર કેમ આપવામાં આવ્યો હતો.
ટ્રમ્પ પણ વારંવાર દાવો કરી રહ્યા છે કે તેમણે મે મહિના ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ કરાર કરાવ્યો હતો. ભારતે ટ્રમ્પના દવાને ફગાવી દીધા છે. જો કે પાકિસ્તાને સ્વીકાર્યું છે કે સંઘર્ષ અટકાવવા માટે ટ્રમ્પે હસ્તક્ષેપ કર્યો હતો. ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરનારા દેશોમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો…ટેરિફ વિવાદ વચ્ચે, 19 યુએસ સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર, ભારત સાથે સંબંધ સુધારવા કર્યું દબાણ