ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ
પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફની પાકિસ્તાનમાં હત્યા

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આતંકવાદી શાહિદ લતીફને લતીફ સિયાલકોટમાં ઠાર કરવામાં આવ્યો હતો. શાહિદ લતીફ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો.
2016માં પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. આ હુમલામાં સેનાના સાત જવાન શહીદ થયા હતા. સરહદ પાર બેઠેલો રશીદ લતીફ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું NIAની તપાસમાં જણાવા મળ્યું હતું.
પઠાણકોટ એરફોર્સ સ્ટેશન સરહદની નજીક છે. સેનાના મહત્વપૂર્ણ હથિયારો અહીં રાખવામાં આવે છે. આ એરફોર્સ સ્ટેશને 1965 અને 1971ના યુદ્ધમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મિગ-21 ફાઈટર પ્લેનનું બેઝ સ્ટેશન છે.