પેરીસના મ્યુઝિયમમાંથી $102 મિલિયનના ઝવેરાતની ચોરી મામલે 2 શંકાસ્પદોની ધરપકડ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

પેરીસના મ્યુઝિયમમાંથી $102 મિલિયનના ઝવેરાતની ચોરી મામલે 2 શંકાસ્પદોની ધરપકડ

પેરીસ: વિશ્વ વિખ્યાત મ્યુઝિયમ લૂવરમાંથી $102 મિલિયનની કિંમતના ઘરેણા ચોરી થતાં દોડધામ મચી ગઈ (Louvre Museum theft) હતી. આ ચોરીને કારણે મ્યુઝિયમની સુરક્ષા વ્યવસ્થા સવાલ થયા હતાં અને મ્યુઝિયમની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી હતી. એવામાં ફ્રેન્ચ પોલીસે જાહેરાત કરી છે કે મ્યુઝિયમમાં ચોરીને મામલે બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ ધરપકડ કરવામાં આવેલા બંને શંકાસ્પદો પેરિસના શ્રમજીવી વર્ગના ઉપનગર સેઈન-સેન્ટ-ડેનિસના રહેવાસી છે. એક આરોપી પેરીસના ચાર્લ્સ ડી ગૌલ એરપોર્ટથી ફ્લાઇટમાં ચઢવાની તૈયારી કરી રહ્યો હતો, એ વખતે તેને પકડી પાડવામાં આવ્યો હતો, તે ક્યાં જઈ રહ્યો હતો એ જાહેર કરવામાં આવ્યું નથી.

હજુ બે તસ્કરોની શોધ કરવામાં આવી રહી છે, અધિકારીઓ શહેરના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. ફ્રાન્સના સંગ્રહાલયો અને સાંસ્કૃતિક સ્થળોએ સુરક્ષા કડક કરવામાં આવી છે.

માત્ર 8 મિનીટમાં ચોરીને અંજામ આપ્યો:
સવારે લગભગ 9.30 વાગ્યે ચાર લોકોની એક ટોળકી મિકેનીકલ લિફ્ટથી સજ્જ વાહનમાં આવી. તેઓ સીન નદી નજીક મ્યુઝિયમની એક બાલ્કની પર ચઢી ગયા, ત્યાંથી તસ્કરો ફ્રાન્સના શાહી પરિવારના ઝવેરાત અને અમૂલ્ય શાહી કલાકૃતિઓ રાખવામાં આવી છે એ ડી’એપોલોન ગેલેરી ઘુસ્યા. બે તસ્કરોએ કાચ કાપવા માટે પાવર ટૂલ્સનો ઉપયોગ. ત્યાર બાદ સિક્યોરિટી ગાર્ડસને ઘમકી આપી હતી.

સલામતીના નિયમોનું પાલન કરતા મ્યુઝિયમ સ્ટાફે વિસ્તાર ખાલી કરાવ્ય, તસ્કરોએ બે ડિસ્પ્લે કેસ તોડ્યા અને ઝવેરાતો ચોરી લીધા. તસ્કરો મ્યુઝિયમની બાહર રાહ જોઈ રહેલા સ્કૂટર પર સવાર થઇને ભાગી ગયા, પેરિસના ટ્રાફિકમાંથી પસાર થઇ તેઓ ગાયબ થઇ ગયા.

ફ્રાન્સના ન્યાય પ્રધાને સ્વીકાર્યું કે સુરક્ષા પ્રોટોકોલ નિષ્ફળ ગયા હતાં અને આ ચોરીને કારણે દેશની છબી ખરડાઈ છે.

આપણ વાંચો:  ‘તમે ફ્રોડ એડ ચલાવી રહ્યા છો….’ રોષે ભરાયેલા ટ્રમ્પે કેનેડા પર વધુ 10% ટેરીફ લાદ્યો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button