ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

પાપુઆ ન્યુ ગિનીમા 6.9 ની તીવ્રતાનો ભૂકંપ, કોઇ જાનહાનિ નહિ…

નવી દિલ્હી : દક્ષિણ પશ્ચિમ પેસિફિકમાં આવેલ પાપુઆ ન્યુ ગિનીમા શનિવારે સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. ભૂકંપ પછી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જોકે બાદમાં તે પરત ખેંચી લેવામાં આવી હતી. યુ.એસ. ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર 6.9 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી રદ કરવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી બહુ નીચે નહોતું આ કારણે સુનામીનો કોઈ ભય નથી.

આંચકો 10 કિલોમીટર ની ઊંડાઈએ આવ્યો હતો

શનિવારે સવારે પેસિફિક ટાપુ પર ધરતીકંપનો આંચકો પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ની ઊંડાઈએ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ ન્યુ બ્રિટન ટાપુ પર કિમ્બે શહેરથી 194 કિલોમીટર પૂર્વમાં સમુદ્રની મધ્યમાં હતું. જોકે, જાનહાનિના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. આ ન્યુ બ્રિટન ટાપુ પર 5,00,000 થી વધુ લોકો વસવાટ કરે છે.

પાડોશી દેશ ઓસ્ટ્રેલિયા પર સુનામીનો કોઈ ખતરો નથી

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે જણાવ્યું હતું કે પાપુઆ ન્યુ ગિનીના સૌથી નજીકના પાડોશી દેશ પર સુનામીનો કોઈ ખતરો નથી. ન્યુઝીલેન્ડ માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી. પાપુઆ ન્યુ ગિની પેસિફિક “રિંગ ઓફ ફાયર” પર આવેલું છે, જે પેસિફિક મહાસાગરની આસપાસ ભૂકંપીય ખામીઓનો એક ચાપ છે જ્યાં વિશ્વના મોટાભાગના ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિ થાય છે.

રિંગ ઓફ ફાયર ક્ષેત્રમાં 90 ટકા થી વધુ ભૂકંપ

પેસિફિક મહાસાગરની આસપાસના વિશાળ વિસ્તારને “રિંગ ઓફ ફાયર” કહેવામાં આવે છે. આ પ્રદેશના સૌથી વધુ સક્રિય જ્વાળામુખી હોવાના કારણે ભૂકંપનો ખતરો વધારે રહે છે. આ પ્રદેશ આશરે 40,000 કિલોમીટર લાંબો છે અને તેમાં જાપાન, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, ન્યુઝીલેન્ડ, ચિલી, પેરુ અને યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમ કિનારા જેવા ઘણા દેશોની સરહદો શામેલ છે. તેને “રિંગ ઓફ ફાયર” નામ આપવામાં આવ્યું છે.

પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોની ધાર પર સ્થિત

કારણ કે તે વિશ્વના કેટલાક સૌથી સક્રિય જ્વાળામુખી અને ભૂકંપ ક્ષેત્રોનો વિસ્તાર છે. તે પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોની ધાર પર સ્થિત છે. જ્યાં પ્લેટોની ગતિવિધિને કારણે જ્વાળામુખી ફાટી નીકળે છે અને ભૂકંપની ગતિવિધિઓ વારંવાર થાય છે. ઉદાહરણ તરીકે, વિશ્વના લગભગ 75 ટકા સક્રિય જ્વાળામુખી અહીં આવેલા છે અને 90 ટકા થી વધુ ભૂકંપ આ પ્રદેશમાં આવે છે.

આપણવાંચો: મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ત્રણ હજારને પાર, 4,715 ઘાયલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button