ઇન્ટરનેશનલ

પાકિસ્તાની આતંકવાદીઓ ભારત પર હુમલો કરી શકે છે: નેપાળની ચેતવણી

કાઠમાંડુ: થોડા સમય પહેલા ભારત કાશ્મીરની ભૂમિ પર એક આતંકી હુમલો જોઈ ચૂક્યું છે. ઘણીવાર આતંકીઓ નેપાળમાંથી ભારતમાં ઘૂસણખોરી કરે છે. જેને લઈને નેપાળના રાષ્ટ્રપતિના સલાહકાર સુનીલ બહાદૂર થાપાએ ભારતને ચેતવણી આપી છે.

આતંકવાદના જોખમો અંગે નેપાળમાં થઈ ચર્ચા

9 જુલાઈના રોજ નેપાળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ પાર્ટનરશિપ દ્વારા આયોજિત એક ઉચ્ચ સ્તરીય સેમિનાર યોજાયો હતો. અહીંના સેમિનારમાં દક્ષિણ એશિયામાં આતંકવાદના જોખમનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ પ્રાદેશિક વિશેષજ્ઞો અને નીતિ રચયિતાઓએ ભાગ લીધો હતો, જેમાં નેપાળના રાષ્ટ્રપતિના સલાહકાર સુનીલ બહાદૂર થાપાએ કહ્યું હતું કે, “લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો નેપાળના રસ્તે ભારત માટે જોખમ ઊભું કરી શકે છે.”

તેમણે કહ્યું હતું કે, ભારતમાં થનારા આતંકવાદી હુમલાઓની અસર ઘણીવાર નેપાળ પર પડે છે. પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન આપવામાં આવે છે, જે સાર્ક (SAARC)ની અસરકારકતા અને વ્યાપક પ્રાદેશિક એકીકરણમાં આ એક મોટો અવરોધ છે.

‘ઓપરેશન સિંદૂર’ની નેપાળમાં થઈ સરાહના

સેમિનારમાં આતંકવાદ વિરોધી સહકારને મજબૂત બનાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. જેમાં મની લોન્ડ્રિંગ વિરૂદ્ધ કડક કાર્યવાહી, ગુપ્ત માહિતી શેર કરવામાં થતો વધારો અને ભારતની સરહદ પર થતા સંયુક્ત પેટ્રોલિંગનો પણ સમાવેશ થાય છે. તેમાં પ્રાદેશિક પક્ષોને આતંકવાદનો સામનો કરવા બેવડા પરિમાણો અપનાવવાથી બચવાનું આહ્વાન પણ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં ભારત દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના નવ આતંકવાદી શિબિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને સીમાપારના જોખમો પ્રત્યે એક સશક્ત અને અસરકારક પ્રતિક્રિયા ગણવામાં આવી હતી.

આપણ વાંચો:  દુબઈથી ડ્રગ્સ રેકેટ ચલાવતો મુસ્તફા ભારતમાં પ્રત્યાર્પણ: CBI અને મુંબઈ પોલીસની મોટી સફળતા

ભારત પરના આતંકી હુમલાથી નેપાળ અસુરક્ષિત બન્યું

સેમિનારમાં એ પણ યાદ કરવામાં આવ્યું કે, આઈસી-814 અપહરણ અને લશ્કર-એ-તૈયબાના નેતૃત્વવાળા પહલગામ હુમલા જેવી ઘટનાઓને કારણે નેપાળ અસુરક્ષિત બની ગયું છે, જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોનું મૃત્યુ થયું હતું. ચર્ચાનું સમાપન કરતી વખતે સહભાગીઓએ આતંકવાદનો સામનો કરવા માટે એક સમર્પિત પ્રાદેશિક તંત્રની જરૂરિયાત પર જોર આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારત અને નેપાળ બચ્ચે 1751 કિલોમીટર લાંબી ખુલ્લી સરહદ છે. જેના પર સુરક્ષા તપાસ પણ બહું ઓછી થાય છે. આ કારણોસર આતંકવાદીઓ માટે ભારતમાં ઘૂસણખોરી કરવી સરળ બની જાય છે. તેઓ ઘણીવાર પોતાની ઓળખ છૂપાવવા માટે ખોટા નેપાળી દસ્તાવેજોનો ઉપયોગ કરે છે. ભૂતકાળમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાની સંગઠનોના ઘણા આતંકવાદીઓની નેપાળના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરતા સમયે ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button