પાકિસ્તાની નેતાનું ભારતમાં આતંકી હુમલા અંગે સ્ફોટક નિવેદન, કહ્યું અમે કરાવ્યા હુમલા

નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટની ચાલી રહેલી તપાસમાં પાકિસ્તાન કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે. ત્યારે હવે પીઓકેના રાષ્ટ્રપતિ અને સિનીયર નેતા ચૌધરી અનવરુલ હકે ભારતમાં થયેલા આતંકી હુમલા અંગે સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાથી લઈને દિલ્હી વિસ્ફોટ જેવા હુમલા પાકિસ્તાનનો બદલો છે.
ભારતની બલુચિસ્તાનમાં દખલગીરીનું પરિણામ
આ અંગેના એક વાઈરલ વીડિયોમાં હકે દાવો કર્યો હતો કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી મોડ્યુલે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં 15 લોકો માર્યા ગયા હતા. આ હુમલાનો માસ્ટરમાઇન્ડ, ઉમર ઉન નબી, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્કનો ભાગ હોવાનું માનવામાં આવે છે.
હકે દાવો કર્યો છે કે, ભારતની બલુચિસ્તાનમાં કથિત દખલગીરીના પગલે પાકિસ્તાન ભારતીય શહેરો પર હુમલા કરી રહ્યું છે. હકે એપ્રિલ માસમાં પહલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
આપણ વાચો: દિલ્હી વિસ્ફોટ બાદ EDએ અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનની કરી ધરપકડ: જાણો આરોપ…
ઉમર નબી અને અનેક ડોકટરો નેટવર્કનો ભાગ
જેમાં લાલ કિલ્લાના વિસ્ફોટને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલ સાથે જોડવામાં આવે છે જે ફરીદાબાદથી ઓપરેટ કરવામાં આવતું હતું. તપાસ માલુમ પડ્યું છે કે ઉમર નબી અને અનેક ડોકટરો નેટવર્કનો ભાગ હતા. તે પોતાના મેડીકલ અભ્યાસનો ઉપયોગ કેમિકલ અને વિસ્ફોટક સામગ્રી એકત્ર કરવામાં કરતા હતા.
મોડ્યુલ લાંબા સમયથી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન
આ મોડ્યુલ લાંબા સમયથી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યું હતું. હકે પોતાના નિવેદનમાં હુમલા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારતે હજુ હુમલા થઈ શકે છે. જે પાકિસ્તાનનું અત્યાર સુધીનું સૌથી ગંભીર નિવેદન માનવામાં આવે છે જે ખુલ્લે આમ હુમલાઓનો સ્વીકાર કરે છે.



