પાકિસ્તાની સેનાએ કરી મોટી કાર્યવાહી, 12 આતંકીને કર્યા ઠાર
ઈસ્લામાબાદઃ વિશ્વમાં પાકિસ્તાનની ઓળખ આતંક ફેલાવતાં દેશ તરીકેની છે. પાકિસ્તાની સેના બે અભિયાનમાં 12 આતંકીને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાએ કહ્યું, સુરક્ષાદળોએ બલૂચિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં અભિયાન ચલાવ્યું હતું.
બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત થયેલી અથડામણમાં ચાર આતંકી ઠાર થયા હતા. જ્યારે ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં ચલાવવામાં આવેલા અભિયાનમાં સુરક્ષાદળોએ આતંકીઓના ઠેકાણા પર હુમલો કર્યો હતો. જેમાં આઠ આતંકી માર્યા ગયા અને છ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાની સેનાના કટ્ટર આલોચક ગણાતા Imran riaz khan નું અપહરણ કે ધરપકડ ?
આ ઓપરેશનમાં ખૂંખાર સના ઉર્ફે બારૂ સહિત ચાર ખૂંખાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેનાએ જણાવ્યું હતું કે બારુ મજીદ બ્રિગેડ માટે આતંકવાદીઓની ભરતી કરતો મુખ્ય એજન્ટ હતો. તે ખાસ કરીને આત્મઘાતી બોમ્બર્સની ભરતી કરતો હતો. તેનું નામ કાયદા અમલીકરણ એજન્સીની વોન્ટેડ યાદીમાં પણ છે.
તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે દેશના જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે આતંકી સક્રિય થયા છે. છેલ્લા થોડા દિવસમાં બનેલી ઘટના પરથી આ સાબિત થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓને સ્થાનિક સમર્થન ઓછું મળી રહ્યું છે અને તેમની સામે ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીરમાં 119 આતંકવાદી સક્રિય છે, જેમાંથી મોટા ભાગના પાકિસ્તાની છે. આ પૈકી 79 કાશ્મીરમાં, 40 આતંકી જમ્મુમાં છે. કાશ્મીરમાં 18 અને જમ્મુમાં 6 આતંકી સ્થાનિક છે, આ સિવાયના તમામ આતંકી પાકિસ્તાનના છે.