ઇન્ટરનેશનલ

તાલિબાનની વિનંતી પર યુદ્ધવિરામ નિર્ણય લીધો? પાકિસ્તાને ફરી દેખાડ્યાં તેવર…

કાબુલઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કેટલાય દિવસથી યુદ્ધ જેવા માહોલ જામેલો છે. આમાં અનેક લોકોના મોત પણ થયાં છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે 48 કલાક માટે યુદ્ધ વિરામણી ઘોષણા કરી છે. મંગળવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સૈનેકો વચ્ચે ઉત્તર-પશ્ચિમ સીમા પણ અથડામણ થઈ હતી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર આક્ષેપ લગાવ્યો હતો કે, પહેલી શરૂઆત અફઘાનિસ્તાનના સૈનિકો દ્વારા કરવામાં આવી હતી.

યુદ્ધવિરામની જાહેરાત કોના કહેવાથી થઈ?

પાકિસ્તાને બુધવારે અફઘાનિસ્તાનમાં તાલિબાન વહીવટીતંત્ર સાથે સાંજે 6 વાગ્યાથી 48 કલાકના કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પરંતુ પાકિસ્તાનનું કહેવું એવું છે કે, યુદ્ધવિરામની વિનંતી તાલિબાને કરી હતી. કહ્યું કે, ‘તાલિબાનની વિનંતી પર, પાકિસ્તાન સરકાર અને અફઘાન તાલિબાન શાસન વચ્ચે, બંને પક્ષોની પરસ્પર સંમતિથી, આગામી 48 કલાક માટે, આજે સાંજે 6 વાગ્યાથી શરૂ થતા, કામચલાઉ યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે’.

અથડામણમાં 50 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

પાકિસ્તાને થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે સરહદી અથડામણો શરૂ થઈ હતી. આ અથડામણમાં 50 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને મોટી સંખ્યામાં ઘાયલ થયા હતા. એટલું જ નહીં પરંતુ અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનની અનેક ચોકીઓ પોતાના કબજામાં લીધી હતી. થોડા સમય માટે શાંતિ રહ્યા બાદ ફરી એકવાર મંગળવારે અથડામણ શરૂ થઈ હતી.

6 વાગ્યે થયો યુદ્ધવિરામનો અમલ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા આ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. યુદ્ધવિરામનો મુખ્ય હેતુ સરહદ પરની દુશ્મનાવટ ઘટાડવાનો અને તાજેતરમાં ફાટી નીકળેલી લડાઈ પછી બંને પડોશી દેશો વચ્ચે વાટાઘાટો માટે માર્ગ મોકળો કરવાનો છે.

આ પણ વાંચો…પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનો કામચલાઉ યુદ્ધવિરામ લાગુ, હવે શું કરશે બંને દેશ? જાણો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button