પાકિસ્તાનની નફ્ફટાઈ, જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીને આપી શ્રદ્ધાંજલિ…
જમ્મુ: પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે પણ ક્યારેય એ વાતને સ્વીકારતું નથી. પરંતુ ઘણીવાર એવી બાબતો સામે આવી છે કે જેના દ્વારા ભારત અને તમામ દેશોને ધ્યાનમાં આવ્યું છે પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે. આવી જ એક ઘટના પાકિસ્તાનના કબજા હેઠળ આવેલા કાશ્મીરમાં બની. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદી શકીલને પાકિસ્તાની અધિકારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આતંકવાદી શકીલ માર્શલ આર્ટનો નિષ્ણાત હતો અને તેના પર ભારતીય સુરક્ષા દળો પર અનેક ઘાતક હુમલાઓમાં કર્યા હોવાનો આરોપ હતો. તેને પાકિસ્તાને જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદનો ફેલાવો કર્યો હતો. આ તમામ બાબતોથી પાકિસ્તાન અવગત હોવા છતાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના કોટલીમાં તેમની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આતંકવાદી સંગઠનોએ ભારતને ખુલ્લી ધમકીઓ પણ આપી હતી.
આતંકવાદી સંગઠન PAFF (પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ) એ શકીલને પોતાના કેડર તરીકે ઓળખાવ્યો હતો. તેમજ તેની શ્રદ્ધાંજલિ સભામાં ISI અને પાકિસ્તાની સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા, જેમણે ખુલ્લેઆમ આતંકવાદીઓ સાથે સ્ટેજ શેર કર્યું હતું.
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં પાંચ સપ્ટેમ્બરે ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદી શકીલને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. રિયાસી જિલ્લાના ચાસના વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની આ અથડામણ દરમિયાન સેનાનો એક જવાન અને એક પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. બે આતંકવાદીઓની હાજરી અંગેના પોલીસ ઈનપુટના આધારે ચાસનાના તુલી વિસ્તારના ગલી સોહેબમાં આ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર બપોરે શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ, સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની સંયુક્ત ટીમે એક ઘર પર હુમલો કર્યો જ્યાં બે આંતકવાદીઓ પકડાયા હતા.
આ એન્કાઉન્ટર અંગે જમ્મુ-કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ સિંહે કહ્યું હતું કે, ‘ઘરમાં આતંકીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળો ચાર કલાકથી વધુ સમય સુધી ટ્રેકિંગ કર્યા બાદ ગામમાં પહોંચ્યા હતા. . તેઓએ આતંકવાદીઓને ઘેરી લીધા, જેમણે ઘેરાબંધીમાંથી બચવા માટે અંધાધૂંધ ગોળીબાર કર્યો, પરંતુ સફળતા ન મળી. મોડી સાંજે બંને પક્ષો વચ્ચે ગોળીબાર બંધ થયો હતો. અંધકારને કારણે સુરક્ષા દળોએ સાવધાની રાખીને ઘરમાં જવાનું ટાળ્યું હતું.