ઇમરાન ખાનને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, છતાં જેલમાં રહેવું પડશે; જાણો કેમ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે જેલમાં રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાનને રાહત આપી છે, કોર્ટે 9 મે 2023ના રોજ લાહોરમાં થયેલા રમખાણો સાથે જોડાયેલા આઠ કેસોમાં ઇમરાન ખાનના જામીન મંજુર કર્યા છે.
કિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ યાહ્યા આફ્રિદીની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની જામીન મંજૂર કર્યા છે. જામીન મળવા છતાં ઇમરાન ખાનને જેલમાં જ રહેવું પડશે.
લાહોરમાં 9 મે 2023ના રોજ ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સ્થાપક ઇમરાન ખાન પર ઘણાં કેસ નોંધાયેલા છે, જેમાં સરકારી અને લશ્કરી ઇમારતો પર હુમલો કરવા માટે તેમના સમર્થકોને કથિત રીતે ઉશ્કેરવાના આરોપનો સમાવેશ થાય છે.
ઇમરાન ખાનને આઠ કેસમાં જામીન મળી ચુક્યા છે પરંતુ નવા કેસમાં હજુ સુધી જામીન મળ્યા નથી, જેને કારણે તેને હજુ જેલમાં જ રહેવું પડશે.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રમખાણોના કેસમાં નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા PTIના ઘણા નેતાઓને જામીન આપ્યા હતા.
જેલમાં ઇમરાન ખાનની તબીયાત લથડવા અંગે પણ અગાઉ અહેવાલો મળતા રહ્યા છે. તાજેતરમાં ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીએ આરોપ લગાવ્યો છે કે તેમની સાથે જેલમાં અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે.
દંપતીએ આરોપ લગાવ્યો કે તેમની સાથે દુર્વ્યવહાર થાય છે, તેમને પુરતી તબીબી સારવાર આપવામાં નથી આપવામાં આવી રહી અને સતત એકલા રાખવામાં આવે છે.
કેટલાક અહેવાલો મુજબ બુશરા બીબીને તેના સેલની અંદર ઇલેક્ટ્રિક શોક લાગવવામાં આવે છે. અન્ય અહેવાલ મુજબ કેદમાં બુશરા બીબીને જંતુઓ કરડવાને કારણે શારીર પર નિશાન પડી ગયા છે.