ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Pakistan ના કવેટા રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ, 21 લોકોના મોત, 46 ઘાયલ

ક્વેટા : પાકિસ્તાનના(Pakistan)બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે મોટો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ કેસની તપાસ ચાલી રહી છે. બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. આ સિવાય અહીં અલગતાવાદી બળવો પણ વધી રહ્યો છે.

Also read: ખાલિસ્તાનીઓના સમર્થનમાં  આ શું બોલ્યા Justin Tudo, કહ્યું કેનેડાના તમામ હિંદુ…

પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે

વરિષ્ઠ પોલીસ અધિક્ષક (ઓપરેશન્સ) મુહમ્મદ બલોચે જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશનની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે
પેશાવર જતી એક્સપ્રેસ તેના ગંતવ્ય માટે રવાના થવાની હતી. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા હતા.

Also read: અમેરિકામાં પૂર્વે રચાયું હતું Donald Trump ની હત્યાનું ષડયંત્ર, આ દેશ પર લાગ્યો આરોપ

આ સિવાય ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. જેમાં ઘાયલોની સારવાર માટે વધારાના
ડોકટરો અને સહાયક સ્ટાફને બોલાવવામાં આવ્યા છે. માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.

રાષ્ટ્રપતિએ ઘટનાની નિંદા કરી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સૈયદ યુસુફ રઝા ગિલાનીએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ માનવતાના દુશ્મન છે. તેઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે આતંકવાદને ખતમ કરવા માટે દરેક સંભવિત પગલાં લેવાના તેમના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો.

Also read: નેધરલેન્ડમાં ફૂટબોલ મેચ દરમિયાન ઇઝરાયેલના નાગરિકો પર હુમલો, 12 લોકો ઘાયલ…

જ્યારે બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન સરફરાઝ બુગતીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે પણ પ્રાંતમાંથી આતંકવાદને ખતમ કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button