પાકિસ્તાન રાષ્ટ્રપતિ ઝરદારીએ 19 સભ્યની કેબિનેટને શપથ લેવડાવ્યા

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને આજે નવા ચૂંટાયેલા વડા પ્રધાન શહેબાઝ શરિફની કેબિનેટના 19 સભ્યને શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ ગૃહમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો અને તેમાં વડા પ્રધાન શરીફ સહિતના અન્યોએ હાજરી આપી હતી.
શપથ લેનારાઓમાં ઈશાક ડાર, ખ્વાજા આસિફ, અહસાન ઈકબાલ, મુહમ્મદ ઔરંગઝેબ, આઝમ તરાર, રાણા તનવીર, મોહસીન નકવી, અહદ ચીમા, ખાલિદ મકબૂલ સિદ્દીકી, રિયાઝ પ્રિઝાદા, કૈસર શેખ, શાઝા ફાતિમા, અલીમ ખાન, જામ કમાલ, અવૈસ લેઘારી, અત્તા તરાર, સાલિક હુસિયન અને મુસદ્દીક મલિક, અમીર મુકામનો સમાવેશ થાય છે.
ઔરંગઝેબ નાણા પ્રધાન, દાર વિદેશ પ્રધાન અને ખ્વાજા આસિફ સંરક્ષણ પ્રધાન હશે. આઝમ તરાર કાયદા પ્રધાન, અત્તા તરાર માહિતી પ્રધાન, મુસદ્દીક મલિક પેટ્રોલિયમ પ્રધાન, મોહસિન નકવી આંતરિક પ્રધાન અને અહદ ચીમા કાશ્મીર બાબતોના પ્રધાન હશે.
નવા પ્રધાનનો પોર્ટફોલિયો હવે પછી જાહેર કરવામાં આવશે. ત્રણ ટેકનોક્રેટ્સ – મુહમ્મદ ઔરંગઝેબ, મોહસિન નકવી અને અહદ ચીમાને કેબિનેટમાં સલાહકાર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. કેબિનેટમાં માત્ર એક મહિલા શાઝા ફાતિમા છે.