રામ મંદિર મુદ્દે પાકિસ્તાને UNમાં ફરી ઓકયું ઝેર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતું રહ્યું છે. જેમાં પાકિસ્તાને ફરી એક વાર સંયુક્ત રાષ્ટ્રમાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો. જો કે, આ વખતે તેમને એવો જવાબ મળ્યો કે તેમની બોલતી બંધ થઈ ગઈ. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા નિવેદનને નુકસાનકારક ગણાવ્યું હતું. તેમજ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા તેમણે કહ્યું કે તમામ પાસાઓ પર પાકિસ્તાનનો સૌથી વધુ શંકાસ્પદ ટ્રેક રેકોર્ડ છે.
રૂચિરા કંબોજે તેની પર આકરી પ્રતિક્રિયા આપી
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ‘શાંતિની સંસ્કૃતિ’ પર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન કાશ્મીર, નાગરિકતા (સંશોધન) અધિનિયમ અને રામ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને ભારત વિરુદ્ધ લાંબી ટિપ્પણી કરી હતી. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે તેની પર આકરી પ્રતિક્રિયા આપી હતી
પ્રતિનિધિની ટિપ્પણીઓને અવગણવાનું પસંદ કર્યું
કંબોજે કહ્યું હતું કે, “આ મહાસભામાં અમે છેલ્લી વાત કહેવા માંગીએ છીએ કે જ્યારે આપણે આ પડકારજનક સમયમાં શાંતિની સંસ્કૃતિ વિકસાવવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આવા સમયમાં અમારું ધ્યાન રચનાત્મક સંવાદ પર રહે છે, તેથી અમે એક મજબૂત નિર્ણય લીધો છે અને પ્રતિનિધિની ટિપ્પણીઓને અવગણવાનું પસંદ કર્યું છે. જેમાં માત્ર મર્યાદાનો અભાવ નથી પરંતુ તેની વિનાશક અને હાનિકારક પ્રકૃતિને કારણે અમારા સામૂહિક પ્રયાસોને અવરોધે છે.
વિશ્વને એક સંયુક્ત કુટુંબ તરીકે જોવું જોઇએ
તેમણે કહ્યું, “અમે પ્રતિનિધિને આદર અને કૂટનીતિના કેન્દ્રીય સિદ્ધાંતોનું પાલન કરવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરીશું જે હંમેશા અમારી ચર્ચાઓને માર્ગદર્શન આપે છે અથવા તે દેશ પાસેથી અપેક્ષા રાખવી ખૂબ જ વધારે છે કે જે પોતે સૌથી વધુ શંકાસ્પદ ‘ટ્રેક રેકોર્ડ’ ધરાવે છે. “કંબોજે કહ્યું કે આતંકવાદ એ શાંતિની સંસ્કૃતિ અને તમામ ધર્મોના મુખ્ય ઉપદેશોનો સીધો વિરોધી છે જે કરુણા, સમજણ અને સહઅસ્તિત્વની હિમાયત કરે છે. તે વિવાદના બીજ વાવે છે, દુશ્મનાવટ પેદા કરે છે અને વિશ્વભરમાં સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને અંતર્ગત આદર અને સંવાદિતાના સાર્વત્રિક મૂલ્યોને નબળી પાડે છે.
મારા દેશને આ એકતામાં દ્રઢ વિશ્વાસ
તેમણે કહ્યું. જો સભ્ય દેશો ખરેખર શાંતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માંગતા હોય અને વિશ્વને એક સંયુક્ત કુટુંબ તરીકે જોવા માંગતા હોય, તો તેમના માટે સક્રિયપણે સાથે મળીને કામ કરવું જરૂરી છે. મારા દેશને આ એકતામાં દ્રઢ વિશ્વાસ છે.