પાકિસ્તાને યુએનમાં ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા

ન્યુયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્રમ્પને શાંતિના રાજદૂત ગણાવીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. પાકિસ્તાન યુએનજીએમાં નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પને નોમિનેટ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. હાલમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળ્યા ત્યારે પાકિસ્તાને યુએનજીએમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો.
ટ્રમ્પે શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની પણ પ્રશંસા કરી
આ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ પુરસ્કાર માટે પોતાને નોમિનેટ કરાવવા માટે શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની પણ પ્રશંસા કરી હતી.

તેમણે પાકિસ્તાનને એક મહાન દેશ અને તેના વડા પ્રધાન શાહબાઝ શરીફને એક મહાન માણસ કહ્યા હતા. જયારે ટ્રમ્પે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને પણ એક મહાન માણસ તરીકે ઓળખાવ્યા હતા. જેના લીધે પાકિસ્તાને યુએનજીએમાં ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા.
સરહદ પારના આતંકવાદ મુદ્દે મૌન
આ ઉપરાંત પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ શરૂઆતમાં એએનઆઈ દ્વારા સરહદ પાર આતંકવાદને કાબુમાં લેવા અંગેના પ્રશ્ન પર મૌન રહ્યા અને તેને અવગણીને આગળ વધ્યા. જોકે, જ્યારે પ્રશ્ન પુનરાવર્તિત થયો ત્યારે શાહબાઝે જવાબ આપ્યો, “અમે સરહદ પાર આતંકવાદને હરાવી રહ્યા છીએ.
આ પણ વાંચો…ટ્રમ્પે હવે શાહબાઝ શરીફને વ્હાઈટ હાઉસમાં બોલાવી આગતાસ્વાગતા કરી, ભારત માટે ખતરાના સંકેત…