Pakistan ને લાગી શકે છે મોટો આંચકો, ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર લઈને આવ્યા આ બિલ

નવી દિલ્હી : પાકિસ્તાનની(Pakistan)મુશ્કેલીમાં સતત વધારો થઈ રહી છે. જેમાં હવે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપણ ગ્રહણ પૂર્વે પાકિસ્તાન ફરી એક વાર મુશ્કેલીમાં મુકાયું છે. જેમાં થોડા દિવસ પૂર્વે ટ્રમ્પના વિશેષ રાજદુત રિચર્ડ ગ્રેનેલે ઈમરાન ખાનને તરત છોડવા જણાવ્યું હતું. જેની બાદ હવે ટ્રમ્પના મિત્ર એન્ડી બિગ્સને પાકિસ્તાન પાસેથી ગેર નાટો સહયોગીનો દરજ્જો (MNNA Status)છીનવી લેવાની વાત કહી છે. તેમજ આ અંગે બિલ પણ લઇને આવ્યા છે અને પાકિસ્તાન પાસેથી આ દરજ્જો તાત્કાલિક પાછો લેવા માંગ કરી છે. જો આમ થયું તો પાકિસ્તાન માટે મોટી મુશ્કેલી ઊભી થશે. કારણ કે આ દરજ્જો છીનવાતા જ પાકિસ્તાનને મળતી આર્મી ટ્રેનિંગ, દારૂ- ગોળો અને કરોડો રૂપિયાને મળતી સહાય બંધ થઈ જશે. જેનો ઉપયોગ પાકિસ્તાન મોટાપાયે કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે કરે છે.
આ દરજ્જો અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને આ દરજ્જો અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે આપ્યો હતો. પરંતુ તેની બાદ ચાર શરતો પણ લાદવામાં આવી. જો પાકિસ્તાન આ ચાર શરતોનું પાલન નહીં કરે તો તેનો ખાસ દરજ્જો છીનવી લેવામાં આવશે. આ શરતોમાં પાકિસ્તાન હક્કાની નેટવર્કના સ્થાનોનો નાશ કરશે. આ ઉપરાંત અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા માટે પાકિસ્તાન અફઘાનિસ્તાનને સહયોગ કરશે.
આ પણ વાંચો: ભારત સાથે તણાવ વચ્ચે Bangaladesh નો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, સેના મુદ્દે કહી આ વાત
અમેરિકાને તેનો કોઈ ફાયદો મળ્યો નહીં
હાલમાં અમેરિકા પાકિસ્તાનને ખાસ દરજ્જા હેઠળ લશ્કરી તાલીમ આપી રહ્યું છે. તેને હથિયારો અને દારૂગોળો પૂરો પાડે છે. તેમજ આર્થિક મદદ પણ કરે છે. અમેરિકા નાટો સભ્ય દેશો સાથે છે. હવે યુએસ કોંગ્રેસના સભ્ય એન્ડી બિગ્સ કહે છે કે પાકિસ્તાને અમારી પાસેથી નાણાં , સૈન્ય તાલીમ અને દારૂગોળો લીધો, પરંતુ અમને તેનો કોઈ ફાયદો થયો નથી. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થયા પછી, હક્કાની નેટવર્ક ત્યાંની સરકારમાં છે. હક્કાની નેટવર્કના સ્થાપક જલાલુદ્દીન હક્કાનીના પુત્ર સિરાજુદ્દીન હક્કાની હાલ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી છે.