ઇન્ટરનેશનલ

પાકિસ્તાન આ દેશના શાસ્ત્રો વાપરીને ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યું છે…

પાકિસ્તાનના આતંકવાદ ફેલાવવાના કારણે વિશ્વના તમામ દેશો તેનાથી શક્ય તેટલા દૂર જ રહે છે. પરંતુ એ ભારતનો પાડોશી દેશ હોવાના કારણે તેની સાથેના સંબંધો ઓછા કરી શકાય પરંતુ પાકિસ્તાન સાથે જોડાયેલી સીમાઓને કંઈ રીતે અલગ કરવી અને પાકિસ્તાન આનો પૂરેપૂરો ગેરફાયદો ઘૂસણખોરી કરવામાં ઉઠાવી રહ્યું છે અને ચીન તેને હથિયારો મોકલીને સાથ આપી રહ્યું છે.

પાકિસ્તાની સેના ચીનના હથિયારોની મદદથી સરહદ પર એક મોટું આતંકવાદી ષડયંત્ર રચી રહી છે. પાકિસ્તાન સેના પીઓકેના લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકીઓને એકઠા કરી રહી છે. પાકિસ્તાની સેના આ આતંકવાદીઓને મદદ કરી રહી છે.એટલું જ નહીં, પાક આર્મી લોન્ચપેડની નજીક કોંક્રીટના બંકરો બનાવી રહી છે અને આ બંકરોમાં આતંકવાદીઓને છુપાવી રહી છે. જેથી કરીને ભારતીય સેનાની નજર આ આતંકવાદીઓ પર ના પડે અને આ આતંકવાદીઓ લાંબા સમય સુધી આ બંકરોમાં છુપાઈને રહી શકે.

ભારતીય સેના ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓની તમામ મહતી એકઠી કરી રહી છે. જેમાં સેનાને માહિતી મળી હતી કે ઉરીથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના છે. તો હાલમાં ત્યાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ દરમિયાન કેટલાક આતંકવાદીઓને ઠાર પણ કર્યા હતા. આતંકવાદીઓ પાસેથી મળી આવેલા હથિયારોમાં બે એસોલ્ટ રાઈફલ, એક પિસ્તોલ, સાત હેન્ડ ગ્રેનેડ, એક આઈડી, ભારતીય ચલણમાં રૂ. 46,000, પાકિસ્તાની ચલણમાં રૂ. 6,000, ખાદ્ય ચીજવસ્તુઓ, ડ્રાય ફ્રુટ્સ, કેટલીક દવાઓનો અન્ય સાધનો હતા.

ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને પિસ્તોલ, ગ્રેનેડ અને નાઇટ વિઝન ડિવાઇસ જેવા ચીની હથિયારો આપવામાં આવી રહ્યા છે. ચીની ડ્રોન દ્વારા ભારતીય વિસ્તારોમાં આતંકવાદીઓને મદદ કરવા માટે હથિયારો સપ્લાય કરવાનું ષડયંત્ર છે. આતંકવાદીઓને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા માટે ખાસ ડિજિટલ મેપ શીટ આપવામાં આવી રહી છે, જેમાં નેવિગેશન સિસ્ટમ દ્વારા ઘૂસણખોરી કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button