પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના ભોંયરામાં વિસ્ફોટ, 12 લોકો ઘાયલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં એક શકિતશાળી વિસ્ફોટ થયો છે. જેમાં 12 લોકો ઘાયલ થયા છે. આ અંગે મળેલા અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટની કેન્ટીનમાં ગેસ સિલિન્ડર ફાટવાથી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના લીધે આખી ઈમારત હચમચી ગઈ હતી.
વિડીયો સોશિયલ મીડિયા પર પ્રકાશમાં આવ્યો
આ વિસ્ફોટનો વિડીયો સોશિયલ મીડિયા પર પ્રકાશમાં આવ્યો છે. જેમાં કોર્ટ ઇમારતને થયેલા નુકસાનને દર્શાવવામાં આવ્યું છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કોર્ટ સંકુલના નીચેના માળે જોરદાર ઘડાકો સંભળાયો હતો. આ વિસ્ફોટ બાદ સમગ્ર સંકુલમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેમજ વિસ્ફોટ બાદ વકીલો અને કોર્ટ સ્ટાફને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આપણ વાચો: લુધિયાણામાં એક ઘરમાં બ્લાસ્ટ થતા 15થી વધારે લોકો દાઝ્યા, સ્થાનિકોએ જણાવી વિસ્ફોટની હકીકત
#BREAKING: Explosion reported at Pakistan Supreme Court, 4 people injured as per initial reports. Massive blast likely due to explosion in the AC plant in basement. Security forces have taken over the entire area. More details awaited. pic.twitter.com/BLMnOnOM1m
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 4, 2025
સુપ્રીમ કોર્ટની કેન્ટીનમાં વિસ્ફોટ
આ વિસ્ફોટ બાદ ઇસ્લામાબાદના ઇન્સ્પેક્ટર જનરલ અલી નાસિર રિઝવીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની કેન્ટીનમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે તે ગેસ વિસ્ફોટ હતો જે ત્યારે થયો હતો જ્યારે ટેકનિશિયન એર કન્ડીશનીંગ (એસી) પ્લાન્ટ પાસે મેઈનટેન્સનું કામ ચાલી રહ્યું હતું.
 


