પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી! રમખાણ કેસમાં 75 નેતાને જેલ

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. પાકિસ્તાનની એક અદાલતે આજે ઇમરાન ખાનની પાર્ટીના 75 નેતાઓ અને કાર્યકર્ચાઓને સજા સંભળાવી છે.
મે 2023માં થયેલા રમખાણો દરમિયાન શાસક પીએમએલ-એનના વરિષ્ઠ નેતાના ઘર પર હુમલો કરવાના આરોપમાં આ 75 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યાં અને ત્રણથી 10 વર્ષની જેલની સજા ફટકારી છે. ઇમરાન ખાનની પાર્ટીને આ મોટો ઝટકો પડ્યો છે.
આપણ વાંચો: ઇમરાન ખાનને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, છતાં જેલમાં રહેવું પડશે; જાણો કેમ
શું હતો આ સમગ્ર કેસ?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) પંજાબના પ્રમુખ રાણા સનાઉલ્લાહના ઘર પર હુમલાના કેસમાં ફૈસલાબાદની આતંકવાદ વિરોધી અદાલતે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના 59 નેતાઓ અને કાર્યકરોને 10-10 વર્ષની સજા અને અન્ય 16 લોકોને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારી છે.
એટલું જ નહીં પરંતુ આ કેસમાં 34 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 109 આરોપી હતા, જેમાંથી 75 લોકોને સજા આપવામાં આવી છે, જ્યારે અન્ય લોકોને છોડી દેવામાં આવ્યાં છે.
આપણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન 11 જૂને જેલમાંથી મુક્ત થવાની શક્યતા
આ કેસમાં કોને કોને સજા કરવામાં આવી?
સજાની વાત કરવામાં આવે તો આ કેસમાં મુખ્યત્વે જે પ્રમુખ ચહેરાઓ છે તેમાં રાષ્ટ્રીય વિધાનસભામાં ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા ઉમર અયૂબ, સેનેટના ભૂતપૂર્વ વિપક્ષી નેતા શિબલી ફરાઝ, પૂર્વ સાંસદ જરતાજ ગુલ અહમદ ટડ્ડા, અશરફ ખાન સોહના અને શેખ રશીદ શફિક સાથે કંવલ શૌજાબનું નામ સામે છે.
આ સમગ્ર લોકોને કોર્ટે 10-10 વર્ષની સજા ફટકારી છે. આ લોકોને આ પહેલા પણ કોર્ટે સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ ઇમરાન ખાનની પાર્ટી પર શંકાના વાદળો ઘેરાયા છે.
આ કેસમાં પૂર્વ સૂચના મંત્રી ફવ્વાદ ચૌધરી અને પૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીના દીકરા જૈન કુરૈશીને નિર્દોષ છોડી દેવામાં આવ્યું છે. આ લોકોને 9મી મે 2023માં રમખાણો કર્યાં હતા. જેમાં અનેક સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જેથી કોર્ટે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.