બલુચિસ્તાનમાં પાકિસ્તાનનું  બે આંતકી સંગઠનોને એકજૂથ કરવાનું  ષડયંત્ર પ્રકાશમાં આવ્યું | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

બલુચિસ્તાનમાં પાકિસ્તાનનું  બે આંતકી સંગઠનોને એકજૂથ કરવાનું  ષડયંત્ર પ્રકાશમાં આવ્યું

બલુચિસ્તાન : પાકિસ્તાનના બલુચિસ્તાનમાંથી એક ખતરનાક આતંકવાદી ગઠબંધનને આઇએસઆઇ મદદ કરી રહ્યું છે. જે ભારત અને ખાસ કરીને કાશ્મીર માટે ખતરો સાબિત થઇ શકે છે. જેમાં હાલમાં પ્રકાશમાં આવેલી માહિતી મુજબ આઇએસઆઈ લશ્કર-એ-તૈયબા અને ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતને એકજુથ કરી રહી છે. જે બલૂચ વિદ્રોહીને નિશાન બનાવી રહ્યા છે.આ ગઠબંધન માત્ર અફઘાનિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓ અને તાલિબાન વિરોધી જૂથો માટે ખતરો નથી, પરંતુ તેને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને ફરીથી જાગૃત કરવાના પાકિસ્તાની ષડયંત્રનો ભાગ પણ ગણાવવામાં આવી રહ્યું છે.

મોહમ્મદ અશફાકને પિસ્તોલ ભેટ આપવામાં આવી

આ અંગે હાલમાં તાજેતરમાં એક ફોટોમાં ISKP ના બલુચિસ્તાન સંયોજક, મીર શફીક મેંગલ, લશ્કર-એ-તૈયબાના વરિષ્ઠ કમાન્ડર રાણા મોહમ્મદ અશફાકને પિસ્તોલ ભેટ આપતા જોવા મળે છે. આ ફોટો પુષ્ટિ કરે છે કે હવે બંને આતંકવાદી સંગઠનો વચ્ચે ઔપચારિક સંકલન સ્થાપિત થઈ ગયું છે. તેમજ સુરક્ષા એજન્સીઓ અનુસાર, આ સમગ્ર ઓપરેશન પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએસ જવાબદાર છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

લશ્કરના વડા રાણા અશફાક બલુચિસ્તાન પહોંચ્યા હતા

ઉલ્લેખનીય છે કે, જૂન 2025 માં, લશ્કરના વડા રાણા અશફાક બલુચિસ્તાન પહોંચ્યા અને ત્યાં એક બેઠકનું આયોજન કર્યું. જેમાં બલુચ બળવાખોરો વિરુદ્ધ જેહાદની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ લશ્કરના ડેપ્યુટી સૈફુલ્લાહ કસુરીએ પણ જાહેરાત કરી કે પાકિસ્તાનનો વિરોધ કરનારાઓને ખતમ કરવામાં આવશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button