ઇન્ટરનેશનલ

વિશ્વમાં સૌથી મોટું નિકાસકાર બન્યું પાકિસ્તાન

સૌથી વધુ ભિખારીઓની નિકાસ કરી

ઈસ્લામાબાદ: હેડિંગ વાંચીને કદાચ તમને આશ્ચર્ય થયું હશે કે પાકિસ્તાન વિશ્વમાં કઇ વસ્તુમાં અને કેવી રીતે સૌથી મોટું નિકાસકાર બન્યું હશે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરનું ‘ભિખારી’ છે.

પાકિસ્તાનના મિત્ર દેશો તેનાથી ડરે છે કે તે આવશે તો ભીખ માંગવાનું શરૂ કરી દેશે, પરંતુ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે પાકિસ્તાન વિશ્વમાં ભિખારીઓનો સૌથી મોટો નિકાસકાર પણ બની ગયો છે. સાઉદી, યુએઈ અને ઈરાન જેવા ખાડી દેશો દ્વારા આ મુદ્દે સતત ફરિયાદ કરવામાં આવી રહી છે. ઓવરસીઝ પાકિસ્તાની મંત્રાલયના સચિવે બુધવારે એક બેઠકમાં આ અંગે શરમ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ‘અમારા મોટાભાગના ભિખારી વિદેશ જઈ રહ્યા છે. અન્ય દેશોમાં પકડાયેલા ભિખારીઓમાં 90 ટકા પાકિસ્તાની છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ઈરાક અને સાઉદીના રાજદૂતોએ ખુલ્લેઆમ કહ્યું છે કે તમે તમારા ભિખારીઓને અમારી પાસે કેમ મોકલો છો? જેના કારણે આપણા દેશની જેલો ભરેલી છે. આ લોકો પાકિસ્તાનથી વિઝા લઈને પહોંચે છે અને પછી ત્યાં ભીખ માંગવા લાગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાઉદીની ગ્રાન્ડ મસ્જિદમાંથી પકડાયેલા મોટા ભાગના લોકો પાકિસ્તાની છે. આ લોકો સાઉદી ઉમરાહ વિઝા સાથે આવે છે. મસ્જિદની બહાર ભીખ માગવા બેસી જાય છે, કારણ કે અહીં તેમને રૂપિયાને બદલે સાઉદી રિયાલમાં ભીખ મળે છે. પાકિસ્તાનના લોકોમાં પ્રતિભાનો અભાવ છે. વિદેશી લોકો પાકિસ્તાનીઓ પર વિશ્વાસ કરતા નથી.

ગલ્ફ દેશોની સરકારો ભિખારીઓ પ્રત્યે કડક છે. અહીં ભિખારીઓને જેલમાં પૂરી દેવામાં આવે છે. આ વર્ષે એપ્રિલમાં સાઉદી પોલીસે મક્કાની પવિત્ર મસ્જિદની સામે ભિખારીઓના એક જૂથની ધરપકડ કરી હતી. ભીખ માંગવાની પ્રથાને સમાપ્ત કરવાના અભિયાનના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો અહીં પહોંચેલા યાત્રિકો પાસેથી પૈસા માંગી રહ્યા હતા. આટલું જ નહીં, થોડા દિવસો પહેલા એક પાકિસ્તાનીનો વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે પ્લેનમાં ભીખ માંગી રહ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button