ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાનનો અમેરિકા પ્રેમ: ચીની હથિયારોથી મોહભંગ, હવે US ટેકનોલોજીની શોધમાં?

વોશિંગટન ડીસી: ઑપરેશન સિંદૂર રોકવામાં આવ્યા પછી પાકિસ્તાન અમેરિકા તરફ ઢળી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ગત મહિને પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનિરે ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરી હતી. હવે પાકિસ્તાનના એર માર્શલે પણ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરીને કેટલીક મહત્ત્વની બાબતોની ચર્ચા કરી છે.

પાક. એરફોર્સ ચીફનો અમેરિકાનો પ્રવાસ

આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનની એર માર્શલ ઝહીર અહમદ બાબર સિદ્ધુએ અમેરિકાની વાયુસેનાના ચીફ ઓફ સ્ટાફ જનરલ ડેવિડ એલ્વિન સહિત અમેરિકન સેનાના ટોચના અધિકારીઓ તથા નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

આપણ વાંચો: ઈરાન-અમેરિકા સંઘર્ષ: પાકિસ્તાને અમેરિકાનો પક્ષ લીધો, શાંતિ અને કૂટનીતિનું આહ્વાન

એર માર્શલના અમેરિકા પ્રવાસનો હેતુ

ચીનના હથિયારો કેટલા વિશ્વસનીય છે? એનો ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને અંદાજ આવી ગયો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની મેડ ઈન ચાઈના HQ-9P અને HQ-16 મિસાઈલનો સફાયો કરી નાખ્યો હતો.જેથી પાકિસ્તાનની વાયુસેનાને અમેરિકાના આધુનિક હથિયારોથી સજ્જ બનાવવાના હેતુથી એર માર્શલે અમેરિકાનો પ્રવાસ કર્યો છે.

આપણ વાંચો: ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા પછી ઈરાન પર હુમલો કરતા પાકિસ્તાને અમેરિકાની કાઢી ઝાટકણી

અમેરિકાના હથિયારો પર પાકિસ્તાનની નજર

સૂત્રોના જણાવ્યાનુસાર અમેરિકાના પ્રવાસ દરમિયાન પાકિસ્તાની એર માર્શલ ઝહીર અહમદ બાબર સિદ્ધુની નજર F-16 બ્લોક 70 ફાઈટર જેટ પર છે. આ સિવાય તેઓ એઆઈએમ-7 સ્પેરો(હવાથી હવામાં હુમલો કરતી મિસાઈલ) તથા હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સીસ્ટમની બેટરી મેળવવાનો પણ પ્રયાસો કરી રહ્યા છે. એર માર્શલના આ પ્રયાસો તેમનો ચીનના હથિયારો પ્રત્યેનો અસંતોષ દર્શાવે છે.

પાકિસ્તાનના અમેરિકા સાથેના સંબંધમાં વધારો

ઉલ્લેખનીય છે કે ઝહીર અહમદ બાબર સિદ્ધુ એવા પાકિસ્તાની એર માર્શલ છે, જેમણે છેલ્લા એક દાયકામાં પહેલીવાર અમેરિકાનો પ્રવાસ કર્યો છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમણે ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરી હોય એ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, ફિલ્ડ માર્શલ બાદ એર માર્શલનો આ પ્રવાસ પાકિસ્તાનના અમેરિકા સાથેના સૈન્ય સંબંધોમાં વૃદ્ધિ થવાના સંકેતો આપી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button