પાકિસ્તાન વાયુસેનાના નિવૃત્ત અધિકારીએ કર્યો ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મોટા નુકસાનનો દાવો

નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. જેમાં હવે પાકિસ્તાન વાયુસેનાના એક નિવૃત્ત અધિકારીએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાને એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ(AWACS)વિમાન ગુમાવ્યું હોવાની વાત સ્વીકારી છે. એક ઇન્ટરવ્યુમાં નિવૃત્ત એર માર્શલ મસૂદ અખ્તરે જણાવ્યું હતું કે 9-10 મેની રાત્રે ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલા દરમિયાન પાકિસ્તાન વાયુસેનાએ એક એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS)વિમાન ગુમાવ્યું હતું.
ભોલારી એરબેઝ 11 એરબેઝમાંથી એક
તેમના મતે કરાચી નજીક ભોલારી એરબેઝ પર ભારતીય હુમલા દરમિયાન AWACSને તોડી પાડવામાં આવ્યું હતું. ભોલારી એરબેઝ ભારત દ્વારા નિશાન બનાવવામાં આવેલા 11 એરબેઝમાંથી એક છે. ભારતીય સંરક્ષણ સૂત્રોએ અગાઉ દાવો કર્યો હતો કે ભોલારી બેઝ પર સીધો હુમલો કર્યો હતો અને સેટેલાઇટ તસવીર દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી હતી.
ચોથી મિસાઇલ ભોલારી એરબેઝના હેંગર પર અથડાઈ
અખ્તરે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું, ભારતીય સશસ્ત્ર દળોએ એક પછી એક ચાર બ્રહ્મોસ મિસાઇલો છોડી. . પાકિસ્તાની પાઇલટ્સ તેમના વિમાનોને સુરક્ષિત કરવા માટે દોડી ગયા પરંતુ મિસાઇલો આવતી રહી અને કમનસીબે ચોથી મિસાઇલ ભોલારી એરબેઝના હેંગર પર અથડાઈ જ્યાં અમારા એક AWACS તૈનાત હતા. તેને નુકસાન થયું હતું અને જાનહાનિના અહેવાલો પણ છે.
આપણ વાંચો: પાકિસ્તાની મીડિયાએ જ ખોલી વિદેશ પ્રધાન ઈશાક ડારના જુઠાણાની પોલ, જાણો વિગતો
સેટેલાઇટ તસવીરમાં પાકિસ્તાનના દાવા ખોટા સાબિત થયા
તેમણે કહ્યું કે આ ખાસ કરીને પાકિસ્તાની સૈન્ય માટે શરમજનક છે. જે ભારતીય હવાઈ હુમલાઓથી થયેલા નુકસાનને સતત ઓછું આંકતું આવ્યું છે અને દાવો કરે છે કે તમામ મુખ્ય લશ્કરી છાવણીઓ સુરક્ષિત છે. જોકે, સેટેલાઇટ તસવીરમાં આ દાવા ખોટા સાબિત થયા છે. જેમાં ઓછામાં ઓછા ચાર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પાકિસ્તાની એરબેઝને નુકસાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.