કરાર પછી સાઉદી અરેબિયાને પાકિસ્તાને આપ્યો ઝટકો: પરમાણુ શસ્ત્રો તો નહીં મળે….

કરાચી: પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની વચ્ચે એક ડીલ કરવામાં આવી હતી, જેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી, પરંતુ હવે તેમાં એક નવો વળાંક આવ્યો છે. પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે જ આ ડીલને પોલ ખોલી નાખી છે. ચર્ચા એવી શરૂ થઈ હતી કે, આ સંરક્ષણ કરારના કારણે સાઉદીને પાકિસ્તાન પરમાણુ સુરક્ષા આપશે, પરંતુ ખ્વાજા આસિફ હવે ખુલાસો કર્યો છે કે, આ ડીલના કારણે સાઉદીને અરેબિયાને કોઈ પર પરમાણુ કવચ મળવાનું નથી. પાકિસ્તાની પરમાણુ હથિયાર માત્ર પાકિસ્તાન માટે જ છે.
પાકિસ્તાન કોઈ બીજા દેશને પરમાણુ શસ્ત્રો નહીં આપે
પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે, અમે (પાકિસ્તાન) કોઈ બીજા દેશને પરમાણુ શસ્ત્રો નહીં આપી શકીએ. તેનો અર્થ એ થયો કે જે ચર્ચાઓ શરૂ થઈ હતી તે માત્ર અફવાઓ હતી? ખ્વાજા આસિફનું કહેવું છે કે, પાકિસ્તાને પરમાણુ હથિયાર એટલા માટે બન્યા છે કે, કોઈ તેના પર હુમલો ના કરે. અમે પરમાણુનો ઉપયોગ માત્ર અમારા સાર્વભૌમત્વની રક્ષા માટે કરીશું. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાન પરમાણુ મુદ્દે કોઈ દેશ સાથે કોઈ કરાર નહીં કરે તે વાતનો ખુલાસો પણ કર્યો હતો.
પાકિસ્તાન અને સાઉદી સાથે થયા રક્ષા કરાર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે પાકિસ્તાનના વડા પ્રાધાન શહબાજ શરીફે અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને રિયાધમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં. આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર અને સાઉદીના રક્ષા પ્રધાન ખાલિદ બિન સલમાન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ડીલ મુદ્દે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. ડીલ એવી હતી કે, બંને દેશમાંથી કોઈ પણ એક દેશ પર હુમલો થશે તો એ બંને દેશ પર હુમલો થયો તેવું માનવામાં આવશે. આ દરમિયાન એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે, પાકિસ્તાનને સાઉદી સાથે કરાર કરીને પરમાણુ શસ્ત્ર આપી દીધા છે. જો કે, આ મામલે ખ્વાજાએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
ઇઝરાયલ પાસે 90થી વધુ પરમાણુ શસ્ત્રો
ઇઝરાયલ મધ્ય પૂર્વમાં એકમાત્ર એવો દેશ છે જેની પાસે પરમાણુ કવચ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઇઝરાયલ પાસે 90થી વધુ પરમાણુ શસ્ત્રો છે. જોકે, ઇઝરાયલે ક્યારેય સત્તાવાર રીતે આ માહિતી શેર કરી નથી. જો કે, પાકિસ્તાને કહ્યું જે પણ સંયુક્ત રીતે અમારી સાથે જોડાવવા માંગે છે તેનો અમે સાથ આપીશું. અમારો પ્રયત્ન છે કે, દુનિયાના દરેક મુસ્લિમ દેશો એક થઈ જાય. ઇઝરાયલ અત્યારે ખાડી દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે. જેથી હવે સાઉદીને પણ ડર છે તેના પર હુમલો થઈ શકે છે. જેના કારણે પાકિસ્તાન સાથે આ કરાર થયો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, પાકિસ્તાને કેવી પ્રકારનો સાઉદી સાથે કરાર કર્યો છે તે પણ જાણવા મળી ગયું છે.