ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

મ્યાનમારમાં ‘કચ્છ’ જેવી સ્થિતિ, 1600થી વધુ લોકોના મોત, ફરી ભૂકંપ આવતા લોકો ચિંતામાં

માંડલેઃ મ્યાનમારમાં આવેલા ભીષણ ભૂકંપથી ‘કચ્છ’ના ભૂકંપની યાદો તાજી થઈ હતી. ભૂકંપ બાદ આફટરશોક્સનો સિલસિલો આજે પણ શરૂ રહ્યો હતો. આજે ફરી માંડલે શહેર નજીક 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતા જ લોકો ડરના માર્યા રોડ પર દોડી આવ્યા હતા. આજે આવેલા ભૂકંપથી મોટા નુકસાનની સમાચાર નથી. પરંતુ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં 1600થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 3500થી વધારે લોકો ગુમ છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. માંડલે મ્યાનમારનું મુખ્ય શહેર છે. અહીં ટેક્ટોનિક પ્લેટની હલચલના કારણે સમયાંતરે ભૂકંપ આવતા રહે છે. શુક્રવારે આવેલા પ્રચંડ ભૂકંપથી પરિવહન અને સંચાર વ્યવસ્થાને અસર થઈ છે. તેમ છતાં બચાવ અને રાહત કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. માંડલે, બાગો, મૈગવે, ઉત્તર-પૂર્વ શાન સ્ટેટ, સાગાઈંગ સૌથી વધુ પ્રભાવિત છે.

આ પણ વાંચો: Earthquake: મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7, લોકોમા ભયનો માહોલ

ભૂવિજ્ઞાનીઓ મુજબ મ્યાનમારમાં આવેલો ભૂકંપે 334 પરમાણુ બોમ્બ જેટલી ઊર્જાનું ઉત્સર્જન કર્યું હતું. એક રિપોર્ટ મુજબ આ પ્રકારના ભૂકંપમાંથી નીકળતી ઊર્જા આશરે 334 પરમાણુ બોમ્બ બરાબર હોય છે. ભૂકંપશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, આ ભૂકંપ પૃથ્વી પર એક મોટા ચપ્પુથી પ્રહાર કરવા જેવો હતો.

આ પહેલાની વાત કરવામાં ભૂતકાળમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવેલો છે. 1946 માં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યાર બાદ 2012 માં પણ 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ મામલે વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ધરતી નીચે ભૂકંપ પેદા કરતી ટેક્ટોનિક પ્લેટ કેટલી ખસે છે? અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્લેટોમાં દર વર્ષે હલનચલન થાય છે. તે એક વર્ષમાં 11 મીમીથી 18 મીમી ખસે છે.

નિષ્ણાતો કહે છે કે દર વર્ષે 18 મીમી સુધી એક પ્લેટ ખસે છે. જેના કારણે અનેક ઘણી બધી ઉર્જા સંગ્રહિત થાય છે, ઊર્જા ભૂકંપના તરંગોના સ્વરૂપમાં મુક્ત થઈ શકે છે અને મોટો ભૂકંપ આવે છે. મ્યાનમારમાં પણ કંઈક આવું જ બન્યું. મ્યાનમારમાં આવેલા આ ભૂકંપના કારણે બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button