ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હજુ ઉભરી શક્યું નથી, અનેક એરબેઝનું સમારકામ બાકી

કરાચી : ભારત દ્વારા પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરુ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં અનેક આતંકી કેમ્પ અને એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
આ ઓપરેશન મે 2025માં કરવામાં આવ્યું હતું. જેને હાલ છ મહિનાથી પણ વધારે સમય વીતતી ચુક્યો છે. તેમ છતાં પાકિસ્તાન આજે પણ આમાંથી અનેક એરબેઝની હજુ સમારકામ પણ પૂર્ણ નથી કરી શક્યું. આ માહિતી નવી સેટેલાઈટ તસવીર પ્રકાશમાં આવી છે.
આપણ વાચો: ‘ઓપરેશન સિંદૂરથી કશું ના મળ્યું’ ફારુક અબ્દુલ્લાએ ટેરર મોડ્યુલ અંગે પણ આપ્યું આવું નિવેદન
નૂર ખાન એરબેઝના સ્થળે હવે એક નવું માળખું બનાવવામાં કામ શરુ
ઓપન સોર્સ ઈન્ટેલીજન્સના નિષ્ણાત ડેમિયન સિમોને એકસ પર પોસ્ટ કર્યું હતું કે રાવલપિંડીના નૂર ખાન એરબેઝના સ્થળે હવે એક નવું માળખું બનાવવામાં આવી રહ્યું છે. જેને ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન નિશાન બનાવ્યું હતું.
આ એરબેઝ પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનની ખૂબ નજીક સ્થિત છે. જે પાકિસ્તાનના પરમાણુ માળખાની દેખરેખ માટે જવાબદાર એજન્સી છે. તેથી આ હુમલો પાકિસ્તાન માટે એક મોટો ફટકો માનવામાં આવ્યો હતો.
આપણ વાચો: ઓપરેશન સિંદૂર મામલે આર્મી ચીફે મધ્યપ્રદેશમાં આપ્યું મોટું નિવેદન, પીએમ મોદીએ…
જેકોબાબાદ એરબેઝ પરના હેંગરને ભારે નુકસાન
જયારે બીજી તરફ સિંધના જેકોબાબાદ એરબેઝ પરના હેંગર જેને ભારતના હુમલા બાદ નુકસાન થયું હતું. તેની છત દૂર કરીને ધીમે ધીમે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સિમોનના મતે સંપૂર્ણ સમારકામ શરૂ થાય તે પહેલાં આંતરિક નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે આ પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.
પાકિસ્તાનના લશ્કરી એરબેઝને પણ નિશાન બનાવાયા હતા
ઓપરેશન સિંદૂરમાં ફક્ત આ બે આતંકી કેમ્પો જ નહીં પરંતુ મુરીદ, રફીકી, મુશફ, ભોલારી, કદરીમ, સિયાલકોટ અને સુક્કુર એરબેઝ સહિત કુલ 11 પાકિસ્તાની લશ્કરી કેમ્પને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ અંગે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે મે મહિનામાં જણાવ્યું હતું કે પાકિસ્તાનને જમીન અને હવાઈ મોરચે ખૂબ જ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. આ હુમલાઓ બાદ પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ સ્વીકાર્યું કે ભારતીય મિસાઇલ હુમલાઓએ નૂર ખાન એરબેઝ સહિત અનેક મુખ્ય લશ્કરી કેમ્પોને નિશાન બનાવ્યા છે.



