ઇન્ટરનેશનલ

OMG! કર્નલ-મેજર જેવા અધિકારીઓએ બાળકો સાથે કર્યું ગંદુ કામ, બનાવ્યો VIDEO!

ઇસ્લામાબાદઃ હેડલાઇન્સ વાંચીને તમારું માથું ચકરાઇ જાય એ પહેલા જણાવી દઇએ કે આ વાત પાકિસ્તાનના કર્નલ-મેજર જેવા અધિકારીઓની છે. પાકિસ્તાની સેના રાજકારણમાં દખલગીરી માટે ચર્ચામાં રહેતી હોય છે. પાકિસ્તાની સેનાના કાળા કૃત્યોથી દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ વખતે એક સેક્સ સ્કેન્ડલનો પર્દાફાશ થયો છે, જેમાં સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓના નામ સામેલ છે. આ યાદીમાં કર્નલથી લઈને મેજર રેન્ક સુધીના અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે.

આ મામલો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનો છે. પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ છેલ્લા પાંચ વર્ષથી અહીંના આદિવાસી વિસ્તારોમાં સેક્સ સ્કેન્ડલ ચલાવી રહ્યા હતા. જો અહેવાલોનું માનીએ તો આ વિસ્તારમાં રહેતા 100થી વધુ બાળકોનું યૌન શોષણ થયું હતું અને આ કાંડ એક-બે વર્ષથી નહીં પરંતુ પાંચ વર્ષથી ચાલતો હતો. આટલું ઓછું હોય તેમ, યૌન શોષણ દરમિયાન બાળકોનો વીડિયો બનાવીને બ્લેકમેલ પણ કરવામાં આવતા હતા. બાળકોના યૌન શોષણના 600થી વધુ વીડિયો સામે આવ્યા છે. પીડિત બાળકોની ઉંમર 14 વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે. આ સમાચાર આવ્યા બાદ કેટલાક અધિકારીઓને પારાચિનાર કેન્ટથી પેશાવર કમાન્ડ હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા છે.

હાલમાં તો સેનાના અધ્યક્ષે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. સેનાનો દાવો છે કે ત્રણ વર્ષ પહેલા પણ 13 વર્ષના છોકરાઓ પર યૌન શોષણ થયું હોવાના આરોપો લાગ્યા હતા, પણ આ આરોપો ખોટા નીકળ્યા હતા. દરમિયાન, એફઆઈઆર પછી, પોલીસે એક સ્થાનિક દુકાનદાર તાહિરની યૌન શોષણના કેસમાં ધરપકડ કરી છે. જોકે, તેણે આ કાંડમાં કોઈ અધિકારીની સંડોવણીનો ઇનકાર કર્યો છે. એમ કહેવાય છે કે તાહિર ગરીબ બાળકોને લલચાવીને અધિકારીઓને મોકલતો હતો અને બાળકોના યૌન શોષણનો વીડિયો પણ બનાવતો હતો. તેણે બાળકોના માતા-પિતા પાસેથી પણ પૈસા પડાવ્યા હતા. પોલીસે તેના લેપટોપમાંથી આ વીડિયો કબજે કર્યા છે.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક આર્મી ઓફિસરો પર અગાઉ પણ બાળકોના યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ પાક આર્મીના મેજર અને કેપ્ટન રેન્કના અધિકારીઓએ પોલીસકર્મીઓ પર દબાણ કરીને આરોપીઓને છોડાવી દીધા હતા. . 2015માં પાકિસ્તાનમાં બાળકોના યૌન શોષણના વીડિયો વાયરલ કરવાનું મોટું રેકેટ સામે આવ્યું હતું. તેમાં 400 જેટલા વીડિયો હતા. આ વીડિયો 50 રૂપિયામાં વેચાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button