ઇન્ટરનેશનલ

હવે કોણે લીધા કેનેડાના પીએમના ક્લાસ?

ટોરન્ટો: અમેરિકાએ કેનેડાને જણાવ્યું કે નિજ્જરની હત્યા ભારતે કરી અને ટ્રુડોએ કંઇ જ સમજ્યા વિચાર્યા વગર ભારત પર આરોપ લગાવ્યો અને તેના કારણે કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી યુદ્ધ છેડાયું છે, પરંતુ આ દરમિયાન કેનેડિયન મીડિયાએ આ મુદ્દે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને આડે હાથે લીદા હતા. ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારતને દોષ આપવાને કારણે પીએમ ટ્રુડોને કેનેડિયન મિડીયા સવાલો પૂછી રહ્યું હતું. મીડિયાએ કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જર કોઈ સંત નહોતો.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કોઈ પુરાવા વગર જ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોવાનો દોવો કર્યો હતો. આ નિવેદનને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધું હતું. કેનેડિયન મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં ઝડપથી ઘટી રહેલી લોકપ્રિયતા વચ્ચે ટ્રુડોએ ફરી ફેમસ થવા માટે અને વોટ બેંક માટે આ મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ જો તેઓ તેને યોગ્ય રીતે સાબિત નહીં કરી શક્યા તો સ્થાનિક અને વૈશ્વિક મંચ પર દેશની બદનામી થઈ શકે છે.

કેનેડિયન મીડિયા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રુડોએ ચૂંટણીમાં તેમના ઘટતા રેન્કિંગને કારણે આ મુદ્દાનો ઉપયોગ કરીને તેમના સ્થાનિક રાજકારણને આગળ વધારવા માટે આ ઉતાવળીયું પગલું ભર્યું છે. કેનેડાના એક જાણીતા અખબારે દાવો કર્યો હતો કે સસ્તી લોકપ્રિયતા માટે ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો જો કે આરોપો હજુ સાબિત થવાના બાકી છે. તેઓ અત્યાર સુધી કોઈ પણ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે. આ ઉપરાંત અખવારે ખાસ લખ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જર વિશે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે તે સંત કોઇ નથી. તે એક આતંકવાદી હતો, જેમ કે ભારત સરકાર દાવો કરી રહી છે, તો તે નિર્ણય કોર્ટે લેવો જોઈએ. તેમની હત્યા પાછળ ભારત સરકારનો હાથ છે કે નહિ.

કેનેડાની એક જાણીતી સંસ્થાના સર્વે પ્રમાણે ટ્રુડોને માત્ર 33% એપ્રુવલ રેટિંગ મળ્યું, જ્યારે 63% લોકોએ તેમને નાપસંદ કર્યા હતા. ત્યારે તેમના સમર્થકોમાં વધારે ખાલિસ્તાનીઓ જ છે. કેનેડા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપોને લઈને ભારત ચૂપ રહેવાનું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button