ઉત્તર-પશ્ચિમ ઈંગ્લેન્ડમાં ટ્રેન પાટા પરથી ઉતરી, પશ્ચિમ ઇંગ્લેન્ડ સુધીની રેલવે સેવા ઠપ

લંડનઃ ઈંગ્લેન્ડના ઉત્તર-પશ્ચિમમાં આજે એક દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેન ટ્રેક પરથી નીચે ઉતરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીની સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પહાડી લેક ડિસ્ટ્રિક્ટ વિસ્તારમાં પેનરિથ અને ઓક્સેનહોલ્મ સ્ટેશન વચ્ચે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.
લોકોને ટ્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ
આ મામલે રેલવે ઓપરેટર દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે આ ટ્રેન પર્વતીય લેક ડિસ્ટ્રિક્ટ ક્ષેત્રમાં પેનરિથ અને ઓક્સેનહોલ્મ સ્ટેશનો વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ મામલે નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસની ટીમ ઘટનાસ્થળે પહોચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, આ મામલે કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. લોકોને ટ્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
આપણ વાચો: ઓડીશાના બાલાસોરમાં ટ્રેન પાટા પરથી ઉતરીને થાંભલા સાથે અથડાઈ…
પશ્ચિમ ઇંગ્લેન્ડ સુધીની બધી રેલ લાઇનો બ્લોક કરવામાં આવી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, લંડનથી સ્કોટલેન્ડ સુધીની પશ્ચિમ ઇંગ્લેન્ડ સુધીની બધી રેલ લાઇનો બ્લોક કરવામાં આવી છે, જેના કારણે મુસાફરીમાં મોટો વિક્ષેપ પડ્યો છે. આના કારણે ઘણાં લોકો પરેશાન થઈ રહ્યાં છે. આ સાથે તંત્ર દ્વારા અત્યારે પ્રેસ્ટનથી ઉત્તર તરફની તમામ યાત્રા અત્યારે સંપૂર્ણ રીતે ટાળી લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. જેમની ટિકિટ બુક હતી તેમને રિફન્ડ અથવા તો અન્ય વૈકલ્પિક યાત્રાની વ્યવસ્થા કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.



