અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત, ત્રણ અર્થશાસ્ત્રીને સંયુક્ત રીતે અપાયો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત, ત્રણ અર્થશાસ્ત્રીને સંયુક્ત રીતે અપાયો

સ્ટોકહોમ : અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વર્ષ 2025નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે ત્રણ અર્થશાસ્ત્રીને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર જોઅલ મોકિર , ફિલિપ એગિઓન અને પીટર હોવિટને નવીનતા આધારિત આર્થિક વિકાસની વ્યાખ્યા કરવામાં માટે આપવામાં આવ્યો છે. જેમાં પુરસ્કારનો અડધો ભાગ જોઅલ મોકિરને “ટેકનોલોજીકલ પ્રગતિ દ્વારા ટકાઉ વિકાસ માટે જરૂરી પરિસ્થિતિઓ ઓળખવા બદલ” અને બાકીનો અડધો ભાગ ફિલિપ એગિઓન અને પીટર હોવિટને “રચનાત્મક વિનાશ થી ટકાઉ વિકાસના સિદ્ધાંત માટે” સંયુક્ત રીતે એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં આપવામાં આવે છે.

વર્ષ 2025નો પુરસ્કાર સંયુક્ત રીતે ત્રણ લોકોને અપાયો

નવીનતા આધારિત આર્થિક વિકાસની વ્યાખ્યા કરવામાં માટે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, યુએસએના જોઅલ મોકિર,
કોલેજ ડી ફ્રાન્સ અને INSEAD,ફ્રાન્સ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ, યુકે ના ફિલિપ ફિલિપ એગિઓન અને બ્રાઉન યુનિવર્સિટી, યુએસએ ના પીટર હોવિટને યુએસએની સતત વિકાસ સ્થિતીનો અભ્યાસ કરવા બદલ વર્ષ 2025નો પુરસ્કાર સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 99 વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો

અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર અત્યાર સુધીમાં 99 વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રમાં આ પુરસ્કાર 1968 માં શરુ કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર સૌથી નાની વય 46 વર્ષના એસ્થર ડુફ્લો હતા,
અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર 90 વર્ષના સૌથી મોટી વયના લિયોનીદ હર્વિક્ઝ હતા.

આ પણ વાંચો…ફરી નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ, હવે કોણે કર્યા નોમિનેટ?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button