મારિયા કોરિના મચાડોએ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનો નોબલ પ્રાઇઝ અર્પણ કર્યો, કારણ જાણીને ચોંકી જશો...
ઇન્ટરનેશનલ

મારિયા કોરિના મચાડોએ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનો નોબલ પ્રાઇઝ અર્પણ કર્યો, કારણ જાણીને ચોંકી જશો…

કારાકાસ: છેલ્લા 6 મહિનાથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ શાંતિનું નોબલ પ્રાઈઝ મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. જ્યાં પણ યુદ્ધ થતું, ત્યાં તેઓ યુદ્ધવિરામ કરાવવા માટે પહોંચી જતા હતા. તેમણે ઇઝરાયલ અને ઈરાન તથા તાજેતરમાં હમાસ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં યુદ્ધવિરામ કરાવ્યો છે.

શાંતિનું નોબલ પ્રાઈઝ મેળવવાની ઉતાવળમાં તો ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધવિરામ કરાવ્યાનો ખોટો દાવો કર્યો હતો. આટલા પ્રયત્નો છતાં આખરે નોબલ પ્રાઈઝ તેમને ન મળ્યું. પરંતુ જેને વર્ષ 2025નું નોબલ પ્રાઈઝ મળ્યું છે, તે મહિલાએ પોતાનું નોબલ પ્રાઈઝ ડૉનાલ્ડ ટ્રમ્પને અર્પણ કર્યું છે.

મારિયા કોરિના મચાડોએ માન્યો આભાર

દરેક વેનેજુએલાવાસીઓના સંઘર્ષને મળેલી આ માન્યતા અમારું સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું કામ રૂ કરવા માટેનું એક પ્રોત્સાહન છે. અમે વિજયની નજીક છીએ અને આજે અમે પહેલા કરતાંય ઘણું વધારે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, યુએસએના લોકો, લેટિન અમેરિકાના લોકો અને વિશ્વના લોકતાંત્રિક દેશો પર સ્વતંત્રતા અને લોકતંત્ર મેળવવા માટે પોતાના મુખ્ય સહયોગીઓના રૂપમાં વિશ્વાસ કરીએ છીએ. હું આ પુરસ્કાર વેનેજુએલાના પીડિતો અને અમારા ઉદ્દેશ્યના પ્રત્યે તેના નિર્ણાયક સમર્થન માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને અર્પણ કરું છું.

જાણો કોણ છે મારિયા કોરિના મચાડો ?

વેનેઝુએલાની વિપક્ષની નેતા અને હાલ છુપાઈને રહેતા મારિયા કોરિના મચાડોને આયરન લેડી નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને ટાઈમ્સ મેગેઝિનમાં વર્ષ 2025માં 100 સૌથી વધુ પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

વેન્ટે વેનેઝુએલા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક

મારિયા કોરિના મચાડોનો જન્મ 7 ઓક્ટોબર, 1967 ના રોજ થયો હતો. તે વેનેઝુએલાના એક અગ્રણી વિપક્ષી નેતા અને ઔદ્યોગિક ઇજનેર છે. વર્ષ 2002 માં તેમણે વોટ મોનિટરિંગ ગ્રુપ સુમાટેની સ્થાપના કરી અને વેન્ટે વેનેઝુએલા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે. તેમણે વર્ષ 2011-2014 સુધી વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના સભ્ય તરીકે સેવા આપી હતી. નિકોલસ માદુરો સરકારે તેમને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વર્ષ 2023 માં તે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મારિયા કોરિના મચાડોને અપાયો, જાણો કોણ છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button