ઇન્ટરનેશનલ

Bangladeshમા હિન્દુઓની સ્થિતિ ગંભીર, હવે નોકરીમાંથી રાજીનામું લેવાઇ રહ્યું છે

Dhaka: બાંગ્લાદેશના લોકોને શેખ હસીના અને તેમની નીતિઓથી સમસ્યા હતી, તો તેમણે રાજીનામુ આપી દીધુ અને દેશ બહાર જતા રહ્યા. ત્યાર બાદ હવે તો નવી સરકાર આવ્યા બાદ શાંતિ સ્થપાવી જોઇએ, પણ હકીકત તો ઉલ્ટી જ છે. દેશમાં હજી પણ હિંસા અને લઘુમતિઓ પર અત્યાચારનો માહોલ છે અને અલ્પસંખ્યક હિંદુઓ ડરમાં જીવવા મજબૂર છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની મુસીબતોનો કોઈ અંત નથી. હુમલા અને અત્યાચારનો સામનો કર્યા બાદ હવે તેમની આજીવિકા છિનવવામાં આવી રહી છે. હિંદુઓને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી રહી છે. 5 ઓગસ્ટથી લગભગ 50 હિંદુ શિક્ષકોને રાજીનામું આપવાની ફરજ પડી છે.

બાંગ્લાદેશ છાત્ર એક્યા પરિષદ, જે બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી ઐક્ય પરિષદના વિદ્યાર્થી સંગઠન છે, એ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

ભારતીય મીડિયા હાઉસ પાસે રાજીનામું આપનાર શિક્ષકોની યાદીઆવી છે. સરકારી બાકરગંજ કોલેજના પ્રિન્સિપાલ શુક્લા રોય રાજીનામું આપી રહ્યા હોવાનો ફોટો પણ સામે આવ્યો છે. સાદા કાગળ પર “હું રાજીનામું આપુ છું” લખાવીને તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું.
કેટલાક શિક્ષકોએ હાલમાં ભારતીય મીડિયા સાથે વાતચીત કરી હતી અને બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોના રાજીનામાની પુષ્ટિ કરી હતી.

બાંગ્લાદેશની કાઝી નઝરુલ યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ સ્ટડીઝના એસોસિયેટ પ્રોફેસર સંજય કુમાર મુખર્જીએ જણાવ્યું હતું કે તેમને તેમના વિભાગના વડાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. અમે આ સમયે ખૂબ જ અસુરક્ષિત છીએ, એમ લઘુમતી સમુદાયના શિક્ષકો જણાવે છે.

બાંગ્લાદેશના દેશવટો ભોગવી રહેલા લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘બાંગ્લાદેશની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે. શિક્ષકોને રાજીનામું આપવાની ફરજ પડી રહી છે. પત્રકારો, મંત્રીઓ અને ભૂતપૂર્વ સરકારી અધિકારીઓને મારી નાખવામાં આવે છે, ત્રાસ આપવામાં આવે છે અને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જનરેશન Z એ અહમદી મુસ્લિમોના ઉદ્યોગોને બાળી નાખ્યા છે, અને ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા સૂફી મુસ્લિમોના મંદિરો અને દરગાહને તોડી પાડવામાં આવી રહી છે. આ સમગ્ર સંકટ પર નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ ચૂપ છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button