અમેરિકામાં પ્રથમ વખત દોષીને મૃત્યુદંડ આપવા માટે નાઈટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો
અમેરિકામાં પહેલીવાર કોઈ ગુનેગારને મૃત્યુદંડ આપવા માટે નાઈટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેનેથ યુજીન સ્મિથ નામના ગુનેગારને નાઈટ્રોજન હાઈપોક્સિયા પદ્ધતિથી અલાબામાની હોલમેન જેલમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો, નાઈટ્રોજન ગેસમાં ગૂંગળામણને કારણે તેનું મૃત્યુ થયું હતું. ઓક્લાહોમા અને મિસિસિપી બાદ અલાબામા ત્રણ યુએસ રાજ્યોમાંનું એક છે, જ્યાં મૃત્યુદંડની સજા કરવા માટે નાઇટ્રોજન હાયપોક્સિયાના ઉપયોગને મંજૂરી છે.
નાઈટ્રોજન હાઈપોક્સિયામાં વ્યક્તિને માત્ર નાઈટ્રોજન ગેસ શ્વાસ લેવાની ફરજ પડાવમાં આવે છે. જેના કારણે શરીરના વિવિધ અવયવોને કાર્ય કરવા માટે જરૂરી ઓક્સિજન મળતો નથી. અને થોડી વારમાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુદંડ આપવાની આ પદ્ધતિમાં કેદીના ચહેરા પર બ્રેથિંગ માસ્ક પહેરાવવામાં આવે છે અને ઓક્સિજનને બદલે શુદ્ધ નાઈટ્રોજન ફેફસામાં નાખવામાં આવે છે.
અમેરિકાના અલાબામાની હોલમેન જેલમાં મૃત્યુદંડ આપવામાં લગભગ 22 મિનિટ લાગી હતી. લગભગ બેથી ચાર મિનિટ સુધી તેનું તરફડવાનું શરૂ થયું.
આ વખતે કેદીની પત્ની અને અન્ય સંબંધીઓ સ્થળની નજીક હાજર હતા. નિયમોના પાલનના સાક્ષી તરીકે પાંચ પત્રકારોને મીડિયા સાક્ષી તરીકે કાચની બીજી બાજુએથી પ્રક્રિયા જોવાની મંજૂરી આપવામાં આવી હતી.
ટીકાકારોએ આ પદ્ધતિને “માનવીય પ્રયોગ” ગણાવી છે. જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા રવિના શમદાસાનીએ ગયા અઠવાડિયે અલાબામાને પ્રસાશનને આ યોજના મોકૂફ રાખવા વિનંતી કરી હતી.
અલાબામા રાજ્યએમૃત્યુદંડની આ પદ્ધતિનો બચાવ કર્યો અને દાવો કર્યો કે મૃત્યુદંડ માટે કદાચ અત્યાર સુધીની સૌથી માનવીય પદ્ધતિ છે.
જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં માણસોને મારવા માટે નાઇટ્રોજન ગેસનો ઉપયોગ પહેલાં ક્યારેય કરવામાં આવ્યો નથી,આ પદ્ધતિ ક્યારેક પ્રાણીઓને મારવા માટે વપરાય છે.
અગાઉ યુ.એસ.માં વર્ષ 1999માં ગેસનો ઉપયોગ કરીને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો, ત્યારે હાઇડ્રોજન સાયનાઇડ ગેસનો ઉપયોગ કરીને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
નેથ યુજેન સ્મિથ 1988 માં પાદરીની પત્નીની હત્યાના દોષી ઠેરવવામાં આવ્યો હતો, 2022 માં સ્મિથને મૃત્યુદંડ આપવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, એ સમયે જેલના અધિકારીઓ તેને જીવલેણ ઇન્જેક્શન આપવા માટે નસમાં લાઇન ગોઠવી શક્યા ન હતા.