ઇન્ટરનેશનલ

નાઇજીરીયાના નાઇજરમાં બંદૂકધારીઓએ 30 લોકોને મારી નાખ્યા, અનેકનું અપહરણ

નાઇજર: નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબારમાં 30 લોકોને મારી નાખ્યા છે તેમજ અનેક લોકોનું અપહરણ કર્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ નાઈજરના કાસુવાન-દાજી ગામમાં બંદૂકધારીઓએ અચાનક હુમલો કર્યો હતો. તેમજ તેની બાદ ગોળીબાર કર્યો હતો. પોલીસે આ હુમલાની પુષ્ટિ કરી છે. જ્યારે રહેવાસીઓના મતે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

હુમલો અચાનક કરવામાં આવ્યો

આ અંગે મળતી માહિતી મુજબ હુમલાખોરોએ બોર્ગુ સ્થાનિક સરકારી વિસ્તારમાં ગામમાં હુમલો કર્યો અને ગ્રામજનો પર ગોળીબાર કર્યો હતો. તેમણે અનેક ઘરો અને સ્થાનિક બજારમાં પણ આગ લગાવી દીધી. નાઇજર રાજ્ય પોલીસના પ્રવક્તા વાસિયુ અબીઓડુનના જણાવ્યા અનુસાર હુમલો અચાનક કરવામાં આવ્યો હતો.

આપણ વાચો: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પાસે અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત

ત્રણ કલાક સુધી તોડફોડ અને ગોળીબાર કર્યો

જયારે કોન્ટાગોરા ડાયોસીસમાં કેથોલિક ચર્ચના પ્રવક્તા ફાધર સ્ટીફન કબીરાતે પુષ્ટિ કરી છે કે કાસુવાન-દાજી ગામમાં બંદૂકધારીઓના હુમલામાં 40 થી વધુ લોકો માર્યા ગયા છે. હુમલાખોરો દ્વારા અપહરણ કરાયેલા લોકોમાં કેટલાક બાળકો પણ હતા. એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ, બંદૂકધારીઓ હુમલા પૂર્વે વિસ્તારની રેકી કરી હતી. બંદૂકધારીઓએ લગભગ ત્રણ કલાક સુધી તોડફોડ અને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બચી ગયેલા લોકો ભયભીત છે

ગેંગ સુરક્ષા વિનાના ગામોને નિશાન બનાવે છે

નાઇજીરીયામાં ગેંગ સુરક્ષા વિનાના ગામોને નિશાન બનાવે છે. આ ગેંગ નિર્જન જંગલોમાં છુપાયેલી રહે છે.જેમ કે કાબે જિલ્લા નજીક નેશનલ પાર્ક જંગલ જ્યાં હુમલાખોરો છુપાયા હોવાની શંકા છે. આ વિસ્તાર ગુનેગારો માટે આશ્રયસ્થાન બની ગયો છે. આ હુમલો પાપિરી સમુદાય નજીક થયો હતો જ્યાં નવેમ્બર માસમાં કેથોલિક શાળામાંથી 300 થી વધુ શાળાના બાળકો અને શિક્ષકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button