નાઇજીરીયામાં ટોળાએ 16 લોકોને જીવતા સળગાવી દીધા! કારણ જાણી તમે પણ ચોંકી જશો…

એડો રાજ્ય,નાઇજીરીયા: નાઇજીરીયાના દક્ષિણ ભાગમાં એક ટોળાને 16 લોકોની હત્યા કરી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ લોકો અપહરણ કરનારા છે અને અપહરણ કરવા આવ્યા છે તેવી શંકા હોવાથી તેમને આવી ક્રૂરતાપૂર્વક માર્યા હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે. ઘટનાની વાત કરવામાં આવે તો, શુક્રવારે ટોળાએ કેટલાક પીડિતોના ખભા અને માથા પર ટાયર મૂકીને આગ લગાવવામાં આવી હતી, જેના કારણે 16 લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. મળતી જણાકરી પ્રમાણે માર્યા ગયેલા લોકો દેશના ઉત્તરીય ભાગના હતા અને તેમને એડો રાજ્યના ઉરોમી વિસ્તારમાં સ્થાનિક સુરક્ષા દળોએ અટકાવ્યા હતા.
ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવશેઃ એડો રાજ્યના ગવર્નર
ગુરુવારે થયેલા આ હુમલામાં 10 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો, જ્યારે બે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાના અહેવાલો પણ મળ્યાં છે. આ સાથે પોલીસે કાર્યવાહી કરતા 14 લોકોની ધરપકડ પણ કરી હતી. કોઈ પણ વ્યક્તિને બીજી વ્યક્તિનો જીવ લેવાનો અધિકાર નથી. જેથી નિર્દોષ લોકોની હત્યા મામલે કાર્યવાહી થવી જોઈએ. જેથી ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ એડો રાજ્યના ગવર્નર ઓકેપેભોલોએ જણાવ્યું હતું કે, ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવશે અને કોઈને બક્ષવામાં આવશે નહીં.
આ પણ વાંચો: ભૂકંપને કારણે થાઈલેન્ડમાં હજારો ફ્લાઇટ્સને રોકી દેવાઈ, ટૂરિઝમ ક્ષેત્રને મોટો ફટકો?
શા માટે એકસાથે 16 જણાને જીવતા સળગાવ્યા?
આ મામલે વિગતો આપતા એડો પોલીસ પ્રવક્તા મોસેસ યામુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકની કારની તપાસ કરતી વખતે, અધિકારીઓને સ્થાનિક રીતે બનેલા હથિયારો મળી આવ્યા હતા અને તેના કારણે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં ટોળામાં આવેલા લોકોએ અપહરણકર્તાની શંકા રાખીને 16 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. ચોંકાવનારી વાત એ છે કે, આ કોઈ પહેલા ઘટના નથી જેમાં ભીડે આવી ક્રૂરતા કરી હોય! આ પહેલા પણ આવી ઘટનાઓ બની છે.
નાઇજીરીયામાં આ પહેલા પણ બની છે ક્રૂર ઘટનાઓ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2024 માં નાઇજીરીયાના દક્ષિણ વિસ્તારમાં મોટે ભાગે ચોરી અને મેલીવિદ્યાના આરોપો સાથે હુમલાની ઘટનાઓ બનતી હોય હોય છે, જ્યારે ઉત્તરમાં કથિત ઈસનિંદાના આરોપમાં લિંચિંગની ઘટનાઓ બને છે જેમાં નિર્દોષ લોકોને મોતને ભેટવું પડે છે. 2022 માં લાગોસ સ્થિત સંશોધન જૂથ SBM ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું કે 2019 થી આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ઓછામાં ઓછા 391 લોકોની ટોળાએ હત્યાઓ કરી છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે.