ટ્રાન્સજેન્ડરને ત્રાસ આપી હત્યાના કેસમાં ન્યૂયોર્ક પોલીસની મોટી કાર્યવાહી

ન્યૂયોર્ક : ન્યૂયોર્કમાં પોલીસે 24 વર્ષીય ટ્રાન્સજેન્ડરની ક્રૂર હત્યાના(Transgender Murder) કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતો જે મિનેસોટાનો રહેવાસી હતો. આ ઘટનાની વિગત મુજબ શુક્રવારે ન્યૂયોર્ક પોલીસે ગુમ થયેલા ટ્રાન્સજેન્ડરની હત્યા કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી. ગુમ થયેલ ટ્રાન્સજેન્ડર પર એક મહિનાથી વધુ સમય સુધી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તેની બાદ હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
સેમ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્ક આવ્યો હતો
સેમ નોર્ડક્વિસ્ટ 9 ફેબ્રુઆરીએ ગુમ થયાની જાણ થઈ હતી. તેની બાદ તેનો કોઈ સાથે સંપર્ક થયો ન હતો. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે નોર્ડક્વિસ્ટ હત્યા અત્યંત ક્રૂર રીતે કરવામાં આવી છે. સેમ નોર્ડક્વિસ્ટ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્ક આવ્યો હતો.
આ પણ વાંચો…નેપાળની વિચિત્ર ઘટનામાં ખુદ ડેપ્યુટી પીએમ થયા ઘાયલ, હૉસ્પિટલ દોડ્યા
આ ઘટનાની તપાસ ચાલુ છે
આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ન્યૂ યોર્કના કેનાન્ડાઇગુઆના રહેવાસી 38 વર્ષીય પ્રીશિયસ આર્ઝુઆગા, 30 વર્ષીય પેટ્રિક ગુડવિન, રોચેસ્ટર, ન્યૂ યોર્કના રહેવાસી 33 વર્ષીય કાયલ સેજ અને જીનીવા ન્યૂ યોર્કના રહેવાસી 19 વર્ષીય એમિલી મોતિકાનો સમાવેશ થાય છે. પોલીસે આ આરોપીઓ પર સેકન્ડ-ડિગ્રી મર્ડરનો આરોપ લગાવ્યો છે અને તે બધા જેલમાં છે. આ ઉપરાંત પોલીસે આ કેસને સૌથી ભયાનક ગુનાઓમાંનો એક ગણાવ્યો છે અને કહ્યું છે કે આ ઘટનાની તપાસ ચાલુ છે.