ઇલોન મસ્કનો મોટો આક્ષેપ: ન્યૂ યોર્ક મેયરની ચૂંટણીમાં કૌભાંડ? X પર પોસ્ટ અને કોર્ટ સુધી મામલો!

ન્યૂ યોર્ક: દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થતી હોવાના આરોપો કરવામાં આવી રહ્યા છે, જેમાં ભારત સહિત હવે અમેરિકાનો પણ સમાવેશ કરાયો છે. ભારત સાથે અમેરિકામાં પણ ચૂંટણીમાં ગોટાળો થતો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. જોકે, ભારતીય મૂળના નેતા અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂ યોર્કના પ્રથમ દક્ષિણ એશિયન મુસ્લિમ મેયર બન્યા હતા. ઝોહરાન મમદાની મેયર બન્યા બાદ બ્રુકલિનના રસ્તાઓ પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઝોહરાન મમદાનીની જીત બાદ હજારો સમર્થકોએ સેલિબ્રેશન કર્યું હતું, પરંતુ દિગ્ગજ ઉદ્યોગપતિ ઇલોન મસ્કની નવી પોસ્ટે ખળભળાટ મચાવ્યો છે.
મમદાનીએ જીત બાદ ટ્રમ્પને ફેંક્યો પડકાર
ઝોહરાન મમદાનીએ આ જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંક્યો હતો, પરંતુ પછી એક્સ પર ઇલોન મસ્કની એક પોસ્ટે બધાને હચમચાવી દીધા છે. જી હા, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને એક્સના માલિક ઇલોન મસ્કે ન્યૂ યોર્ક સિટી મતદાનમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ન્યૂ યોર્ક શહેરનું મતદાન ફોર્મ એક કૌભાંડ છે’. મહત્વની વાત એ છે કે, ઇલોન મસ્કની આ પાસ્ટે માત્ર ન્યૂ યોર્ક જ નહીં, પરંતુ આખા અમેરિકામાં નવા વિવાદનું નિર્માણ કર્યું છે.
આ પણ વાંચો : ઇલોન મસ્કનો રાજકારણથી મોહભંગ: હવે રાજકીય ખર્ચમાં ઘટાડો કરશે
મસ્કની પોસ્ટને ટ્રમ્પે આપ્યું સમર્થન
એક્સ પર પોસ્ટ કરતા ઇલોન મસ્કે લખ્યું કે, કોઈ આઈડી જરૂર નથી, અન્ય મેયર ઉમેદવાર બે વખત દેખાઈ રહ્યાં છે. કુઓમોનું નામ નીચે જમણા ખૂણામાં છે’. મસ્કની આ પોસ્ટો ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લાખો લોકો આ પોસ્ટને રિટ્વીટ પણ કરી રહ્યાં છે. ઇલોનની પોસ્ટ બાદ અત્યારે સોશિયલ મીડિયામાં અનેક મિમ્સ પણ શેર થઈ રહ્યાં છે. આખરે શા માટે ઇલોન મસ્કે આવી પોસ્ટ કરી? તે મામલે પણ ચર્ચા શરૂ થઈ છે. મહત્વની વાત એ પણ છે કે, આ પોસ્ટને ડોલાન્ડ ટ્રમ્પે પણ સમર્થન આપ્યું છે. એટલું જ નહીં પરંતુ લોકોએ અનેક પ્રકારના સવાલ કરી રહ્યાં છે. આ લોકતંત્રની મજાક થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે. જો કે, કેટલાક લોકો ઇલોન પર ફેક ન્યૂઝનો આરોપ પણ લગાવી રહ્યાં છે.
આ પણ વાંચો : હવે મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X થયું down, યુઝર્સે વ્યક્ત કરી નારાજગી…
ગેરરીતિઓ અંગે તપાસની માંગણી કરી
અહેલાવ પ્રમાણે કુઓમોએ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની હારનો સ્વીકાર કર્યો હતો, પરંતુ સાથે સાથે ગેરરીતિઓ અંગે તપાસની માંગણી પણ કરી હતી. ઇલોન મસ્કની આ એક્સ પોસ્ટે આખા અમેરિકામાં રાજકારણ ગરમાવો લાવ્યો છે. અમેરિકાના અખબારોમાં ‘મસ્કનો આરોપ: મતદાનમાં છેતરપિંડી કે પ્રચાર?’ની હેડલાઈન્સ સાથે સમાચાર પણ છપાઈ રહ્યાં છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છે કે આ પોસ્ટ અને સમાચાર બાદ ઝોહરાન મમદાનીના સમર્થકોએ રસ્તા પર આવીને સૂત્રોચ્ચાર પણ કરી રહ્યાં છે. ઝોહરાન મમદાનીના સમર્થકોનું કહેવું છે કે, આ ટ્રમ્પની રાજરમત છે.



