2026ને આવકારવા ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન શરૂ, આ શહેરોમાં નહીં થાય ઉજવણી

ઓકલેન્ડઃ નવા વર્ષની ઉજવણીની વિશ્વભરમાં શરૂઆત થઈ ગઈ છે. વિશ્વના અનેક ભાગેમાં લોકો હજારોની સંખ્યામાં ભેગા થયાં છે અને 2025ને બાય બાય કહીને 2026ને આવકારી રહ્યાં છે.
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો ઉત્સાહપૂર્ણ જશ્ન શરૂ થયો છે. વિશ્વમાં અલગ અલગ સમય ઝોનને કારણે, ઘણા દેશો નવા વર્ષની ઉજવણી અલગ અલગ સમયે કરે છે. ભારત પહેલાં 41 દેશો નવા વર્ષની ઉજવણી કરે તેવું મીડિયા અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે.
આપણ વાચો: નવા વર્ષની ઉજવણી માટે મેટ્રો પ્રશાસન દ્વારા લેવાયો મોટો નિર્ણય: મેટ્રો-3 આખી રાત ચાલુ
વિશ્વના મુખ્ય શહેરોમાં ભવ્ય પાર્ટીઓનું આયોજન
નવા વર્ષની ઉજવણી વિશ્વના મુખ્ય શહેરોમાં ભવ્ય પાર્ટીઓનું આયોજન થાય છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર અદ્ભુત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આને લાખો લોકો લાઈવ જોઈ રહ્યાં છે. યુએસએના ન્યૂયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર પર શાનદાર આવું જ આયોજન કરવામાં આવ્યું છે.
એટલું જ નહીં પરંતું બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં કોપાકાબાના બીચ અને ઓસ્ટ્રેલિયાના કેનબરામાં લેક બર્લી ગ્રિફિન પર પણ નવા વર્ષને લઈને વિશેષ શોનું આયોજન થાય છે. અત્યારે આખું વિશ્વ 2026ને આવકારવા માટે પાર્ટી કરી રહ્યું છે.
આપણ વાચો: નવા વર્ષની ઉજવણીમાં ડ્રગ્સનું સેવન રોકવા પોલીસની ચાંપતી નજર
કિરીટીમાટી ટાપુઓ પર થાય છે સૌથી પહેલા નવા વર્ષની શરૂઆત
એક રસપ્રદ વાત એ છે કે, પૃથ્વી પર સૌથી પહેલા નવા વર્ષની શરૂઆત કિરીટીમાટી ટાપુઓ પરથી થયાં છે. પેસિફિક મહાસાગરમાં સ્થિત આ ટાપુ કિરીબાતી પ્રજાસત્તાકનો ભાગ છે. ભારતના સમય કરતા આ ટાપુનો સમય 7.30 કલાક આગળ ચાલે છે.
કિરીટીમાટી ટાપુ બાદ ન્યૂઝીલેન્ડના ચેથમ ટાપુમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી શરૂ થાય છે. છેલ્લી નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી દક્ષિણ પેસિફિકમાં અમેરિકન સમોઆ ટાપુમાં થાય છે.
આપણ વાચો: નવા વર્ષની ઉજવણી માટે બહાર જવાના છો? મધ્ય રેલવેની આ એનાઉન્સમેન્ટ વિશે જાણી લેજો, ફાયદામાં રહેશો…
આ શહેરોમાં નવા વર્ષની પાર્ટીઓ નહીં થાય!
વિશ્વમાં અનેક દેશો એવા પણ છે જે આ નવા વર્ષેની ઉજવણીઓ રદ્દ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો, પેરિસ, સિડની, બાલી, હોંગકોંગ, ટોક્યો સહિત અનેક દેશોના શહોરમાં નવા વર્ષ નિમિત્તે કોઈ પાર્ટીઓ કે વિશેષ આયોજન કરવામાં આવશે નહીં.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જાહેર સુરક્ષા જેવા કારણોસર આ કાર્યક્રમોને રદ્દ કરી દેવામાં આવ્યાં છે. વધારે પડતી ભીડનું જોખમ અને લોકોની સુરક્ષા રાખવા માટે ત્યાંના તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.



