ઇન્ટરનેશનલસ્પોર્ટસ

નવા ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતાને ઇનામમાં મળી રેકોર્ડ-બ્રેક રકમ! જાણો કેટલી…

મેલબર્ન: યાનિક સિનર… આ છે મેન્સ ટેનિસ વર્લ્ડનો નવો ચમકતો સિતારો. રવિવારે આ બાવીસ વર્ષી પ્લેયરે રશિયાના ડેનિલ મેડવેડેવને ફાઇનલમાં 3-6, 3-6, 6-4, 6-4, 6-3થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનનો સિંગલ્સનો તાજ જીતી લીધો હતો. તેનું આ પ્રથમ ગ્રેન્ડ સ્લૅમ ટાઈટલ તો છે જ઼, તે ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર પહેલો જ ઇટાલિયન ખેલાડી પણ છે. આ તો થઈ પોતાનું સપનું સાકાર કરવાની અને દેશને ગૌરવ અપાવવાની વાત. કમાણી વિશે જાણીએ તો સિનરને મેલબર્નમાં આ ટ્રોફી જીતવા બદલ ૩૧, ૫૦, ૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર (અંદાજે 17.30 કરોડ રૂપિયા) મળ્યા છે.

૩૬ વર્ષના વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચને ગયા વર્ષે આ જ ટ્રોફીની સાથે જેટલી રકમ મળી હતી એના કરતાં સિનરની રકમ ૫.૮૮ ટકા વધુ છે.


જૉકોવિચ ગયા વર્ષે ૧૦મી વખત મેલબર્નનું આ ટાઈટલ જીત્યો હતો અને ૧૧મી વાર જીતવાના આશય સાથે મેલબર્ન આવ્યો હતો, પરંતુ પહેલાં બે રાઉન્ડમાં ટીનેજર સામે માંડ માંડ જીતનાર જૉકોવિચનો છેવટે સેમિ ફાઇનલમાં સિનર સામે પરાભવ થયો હતો.


ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ આ વર્ષે ઇનામી રકમમાં વધારો કર્યો છે એટલે સિનરને સર્બીયાના લેજન્ડરી પ્લેયર જૉકોવિચ કરતા વધારે મોટું ઇનામ મળ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button