પેરિસ ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહ પર નેટીઝન્સ થયા ગુસ્સે
ફ્રાન્સ: ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ સ્ટેડિયમની બહાર સીન નદીના કિનારે .યોજાયો હતો. 206 દેશોના ખેલાડીઓ સીન નદીના પ્રવાહની મદદથી બોટ પર રાષ્ટ્ર પરેડમાં ભાગ લીધો હતો. સીન નદી પરની આ છ કિલોમીટર લાંબી યાત્રાની પળો જોવાલાયક હતી. પરેડ ઓફ નેશન્સમાં ભારતીય ટીમ 84માં નંબર પર હતી. અમેરિકન પોપ સુપરસ્ટાર લેડી ગાગા સહિત અનેક કલાકારોએ આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું.
જો કે, સમારંભમાંના કેટલાક કાર્યક્રમ જેવા કે – ઈસુ ખ્રિસ્તના ‘ધ લાસ્ટ સૂપ’નું મનોરંજન, મેરી એન્ટોનેટનું શિરચ્છેદ, અને ફિલિપ કેટેરીન દ્વારા વાઇનના ભગવાન ડીયોનોસીસનું નિરૂપણને કારણે ભારે વિવાદ પણ થયો હતો. નેટીઝન્સે આ સમારોહને “સંપૂર્ણ કચરો” ગણાવ્યો હતો.
ફ્રેન્ચ ગાયક અને અભિનેતા ફિલિપ કેટેરીનનું પ્રદર્શન લોકોને એકદમ વિચિત્ર લાગ્યું હતું. તે એક વિશાળ ફળની થાળી જેવી કલાકૃતિ પર લગભગ નગ્ન જેવી અવસ્થામાં બતાવવામાં આવ્યો હતો લોકોનું માનવુ છે કે આ રમતગમતની સ્પર્ધા છે, તો એમાં તેને લગતી બાબતો પર કોઇ આયોજન કરવું જોઇએ કે કોઇ સાંસ્કૃતિક બાબત દર્શાવવી જોઇએ., પણ આ પ્રદર્શન તો એકદમ વિચિત્ર જ હતું.
નોંધનીય છે કે 1900 અને 1924 પછી પેરિસ ત્રીજી વખત ઓલિમ્પિકનું આયોજન કરી રહ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત તરફથી 117 ખેલાડીઓની ટીમ મોકલવામાં આવી છે. જેમાં 29 એથ્લેટ્સ, 21 શૂટિંગ પ્લેયર્સ અને 19 હોકી પ્લેયર સામેલ છે.